દીકરીને જન્મ આપ્યો એટલે સાસુ- સસરા ત્રાસ આપે છે સાહેબ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદમાં પરિણીતાએ પોતાના સાસરિયા વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી
અમદાવાદ : અમદાવાદમાંથી એક ઘરેલુ કંકાસ અને ઘરેલુ હિંસાનો મામલો સામે આવ્યો છે. શહેરમાં એક પરિણીતાએ પોતાના સાસરિયા વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાનો આરોપ છે કે, તેને ઘરમાં વધારે પડતો ત્રાસ આપી હેરાન પરેશના કરવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે, શહેરમાં એક પરિણીતાએ પોતાના પતિ, સાસુ અને સસરા વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેને જણાવ્યુ છે કે, સાસરિયા પક્ષમાં તેને અવારનવાર ડીગ્રી બાબતે હેરાન કરવામાં આવી રહી છે, સાથે સાથે તેને દીકરીને જન્મ આપ્યો છે, તો સાસરિયા વાળા દીકરીના જન્મ પર તેને અવારનવાર મહેણા ટોણા મારી રહ્યાં છે. પરિણીતાનો આરોપ છે કે, તેને સાસરિયા તરફથી માનસિક ત્રાસ અને હેરાનગતિ કરવામાં આવી રહી છે. અગાઉ ત્રણ વાર આ બાબતે ઝઘડો થયો અને સમાધાન કરવામાં આવ્યુ હતુ છતાં આ સિલસિલો યથાવત રહ્યો છે.

Share This Article