આજે દુનિયાભરમાં ફુટબોલ ઝનુન અને ક્રેઝ દિલોદિમાગ પર છે. ભારતમાં પણ ફુટબોલને લઇને ચોક્કસપણે દિવાનગી છે. તેમ છતાં પ્રચાર અને પ્રસારના અભાવના કારણે ફુટબોલન રમત ભારતમાં ક્રિકેટ કરતા પાછળ રહી છે. હાલના દિવસોમાં ભારતીય ફુટબોલ ટીમના શાનદાર દેખાવ અને સુનિલ છેત્રી જેવા ધરખમ ખેલાડીની એન્ટ્ીના કારણે ભારતીય ફુટબોલ ચાહકો અને નિષ્ણાંતોમાં નવી આશા જાગી છે. ફુટબોલમાં ભારતીય ભવિષ્ય આશાસ્પદ નજરે પડે છે. ક્રિકેટમાં વિશ્વ વિજેતા તરીકે છાપ ધરાવનાર ભારત હવે ફુટબોલમાં પણ ચેમ્પિયન બને અને આ દિશામાં આગળ વધે તેમ તમામ ચાહકો ઇચ્છે છે. ક્રિકેટમાં વિશ્વમાં આજે ભારતની સામે ટક્કર લેવામાં તમામ ટીમ મુશ્કેલ અનુભવે છે. ક્રિકેટમાં બેતાજ બાદશાહ બની ગયા બાદ હવે ફીફા વર્લ્ડ કપ ફુટબોલ પર લક્ષ્ય કેન્દ્રિત કરવામાં આવે તે જરૂરી છે.
વર્ષ ૨૦૧૭માં જુનિયર વર્લ્ડ કપ ફુટબોલનુ સફળ આયોજન ભારતમાં કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદથી માહોલ જારદાર બની રહ્યો છે. હાલના તમામ મુકાબલામાં ભારતીય ટીમનો દેખાવ પણ જારદાર રહ્યો છે. ફુટબોલ દુનિયાના નંબર વન ખેલ તરીકે છે તેમાં કોઇ બે મત નથી. સૌથી વધારે ફુટબોલ પણ રમવામાં આવે છે. ફુટબોલની રમત રમવી અને યજમાન પદ મેળવી લેવાની બાબત પણ ગર્વ સમાન છે. ફીફા વર્લ્ડ કપનુ આયોજન કરવા માટે હમેંશા જુદા જુદા દેશોમાં ખુબ વર્ષો પહેલા જ સ્પર્ધા શરૂ થઇ જાય છે. વર્ષ ૨૦૨૬ સુધી વર્લ્ડ કપ ક્યાં રમાશે તે બાબત નક્કી થઇ ચુકી છે. તેની પસંદગી પ્રક્રિયા પણ ખુબ મુશ્કેલ હોય છે.
વિશ્વ કપ ફુટબોલને એશિયન ખેલ કરતા મોટા આયોજન તરીકે ગણી શકાય છે. કોઇ દેશ ભલે ફુટબોલમાં લોકપ્રિય નથી પરંતુ જા તે તેમાં ભાગ લઇ લે છે તો રાતોરાત લોકપ્રિય થઇ જાય છે. જે દેશ આનુ આયોજન કરે છે તેને પણ ખુબ મોટો ફાયદો થઇ જાય છે. આ વખતે રશિયામાં આનુ આયોજન કરવામાં આવ્યુ છે. ભારત ફિફા વર્લ્ડ કપનુ આયોજન કરવા માટે વિચારણા તો કરે છે પરંતુ ભારતને આ દિશામાં આગળ વધવા માટે હજુ ખુબ મહેનત કરવી પડશે. વર્ષ ૨૦૧૭માં ભારતે જુનિયર વર્લ્ડ કપનુ સફળ રીતે આયોજન કર્યુ હતુ. કોરિયા અને જાપાન દ્વારા જ્યારે વિશ્વ કપ ફુટબોલનુ આયોજન કર્યુ હતુ ત્યારે બંન્નેની ટીમો પણ સારી હતી. જેથી જાણકાર નિષ્ણાંતો નક્કર પણે એક વાત તો માને છે કે યજમાન દેશ બનતા પહેલા રાષ્ટ્રીય ટીમની રેન્કિંગ પણ ખુબ મહત્વ રાખે છે. ઇટાલી જેવી વિશ્વ કપ ચેમ્પિયન બનેલી ટીમ પણ આ વખતે ક્વાલિફાઇંગ કરી શકી નથી. નેધરલેન્ડ અને ચીલી જેવી ટીમો પણ પહોંચી શકી નથી. વેલ્સ પણ નથી. જેથી આ ફિફા વર્લ્ડ કપ ખુબ મુશ્કેલ સ્પર્ધા તરીકે છે. ભારત પણ વિશ્વ કપમાં ક્વાલિફાઇંગ મેચો રમતુ રહ્ય.ુ છે. પરંતુ તે ટોપ ૩૨ ટીમમાં ક્યારેય સામેલ થઇ શક્યુ નથી. હાલના સમયમાં ટીમ ઇન્ડિયાનો દેખાવ સતત સારો રહ્યો છે જેથી આશા હવે જાગી રહી છે. ૧૩ શ્રેણીમાં રેન્કિંગના આધાર પર ફુટબોલ દુનિયાના સૌથી લોકપ્રિય ખેલ તરીકે છે.
રેન્કિંગ માટે ખૈલ વૈશ્વિક સ્તર પર ચાહકોની સંખ્યા, ટીવી વ્યુહરશીપ , ખેલાડીઓને મળનાર પૈસા, માર્કેટિંગ પર થનાર ખર્ચને ધ્યાનમાં લઇને રેન્કિંગ નક્કી કરવામાં આવે છે. તમામ ખેલોમાં ફુટબોલ નંબર વન કેમ છે તેની વાત કરવામાં આવે તો ફુટબોલના ચાહકોની સંખ્યા ૩૨૦ કરોડ જેટલી છે. જ્યારે પ્રાઇઝ મની ૨૩૮ કરોડ રૂપિયા જેટલી છે. બાસ્કેટબોલમાં ચાહકોની સંખ્યા ૧૦૦ કરોડ છે. જ્યારે પ્રાઇઝ મનીનો આંકડો ૧૦૦ કરોડનો છે. ક્રિકેટમાં ચાહકોની સંખ્યા ૨૦૦ કરોડ રૂપિયાનો આંકડો ૨૭ કરોડ છે. ટેનિસમાં ચાહકોની સંખ્યા ૧૦૦ કરોડ અને પ્રાઈઝમનીનો આંકડો ૨૫ કરોડ રૂપિયા છે. ૨૫ વર્ષના લાંબા ગાળા બાદ ભારતીય ટીમની રેન્કિંગ ફરી એકવાર ૧૦૦થી નીચે પહોંચી છે. હાલમાં ભારતીય ટીમ રેÂન્કગ મામલે ૯૭માં ક્રમાંકે છે. નવી આશા પણ દેખાઇ રહી છે. ભારતીય ફુટબોલ યોગ્ય ટ્રેક પર છે. ભારતીય ફુટબોલ ટીમના કેપ્ટન સુનલ છેત્રી માને છે કે ભારત વર્લ્ડ કપમાં ન પહોંચી જવા માટે મુલ્યાંકન કરતા પહેલા ભારતને પોતાની રેન્કિંગ એશિયામાં વધારે મજબુત કરવાની ફરજ પડશે. જ્યારે ભારતીય ટીમ ટોપ ટેનમાં એશિયામાં આવી જશે ત્યારે ભાવિ માર્ગ મોકળો થઇ જશે. ભારતીય ટીમ ૬૮ વર્ષ પહેલા ફીફા વર્લ્ડ કપ માટે ક્વાલિફાઇંગ કરી ગઇ હતી. ટીમને ૧૯૫૬માં ઓલિમ્પિકમાં ચોથુ સ્થાન મળ્યુ હતુ. એશિયન રમતમાં ભારતે બે વખત સુવર્ણ જીતવામાં સફળતા હાંસલ કરી છે. એએફસી એશિયન કપમાં દેશને બીજા સ્થાન પર રહેવામાં બે વખત સફળતા મળી છે. જા કે આ તમામ બાબતો ૫૦થી ૬૦ના દશકની વચ્ચેની છે. જે હવે ઇતિહાસની વાત બની ચુકી છે. આજે જ્યારે પણ ફુટબોલ વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવે છે ત્યારે હમેંશા એવો પ્રશ્ન થાય છે કે આમાં ભારત કેમ નથી. આખરે કેમ જર્મની, બ્રાઝિલ, સ્પેન અને ફ્રાન્સની મેચો નિહાળ્યા બાદ ભારતીય મેચો ચાહકોને પસંદ પડતી નથી. ચાર વર્ષ પહેલા ભારતની રેન્કિંગ ૧૭૧ હતી. જે હવે સુધરીને ૯૭ થઇ છે. એશિયામાં ભારત ૧૪માં સ્થાને છે. આજે વર્લ્ડ કપમાં એશિયન ઝોનમાંથી સાઉદી,ઇરાન, કોરિયા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની ટીમ પહોંચી છે. ભારતીય ટીમ આ ટીમો સાથે સતત રમતી રહે તે પણ જરૂરી છે.