કો-વર્કિગ સ્પેસના સ્ટાર્ટ અપ ભારત સહિત તમામ વિકસિત દેશોમાં ટ્રેન્ડ ધરાવે છે. આ સ્ટાર્ટ અપમાં કંપની એવા સ્પેસ આપે છે જ્યાં કોઇ પણ પ્રોફેશન્લસ એક ચોક્કસ રકમની ચુકવણી કરીને તેને ઓફિસ સ્પેસ તરીકે ઉપયોગ કરી શકે છે. કો-વર્કિગ સ્પેસ કંપનીઓ એવી તમામ સર્વિસ ઉપલબ્ધ કરાવે છે જે કોઇ કોર્પોરેટ હાઉસમાં પ્રોફેશનલોને મળે છે. આ સ્ટાર્ટ અપ બાદ હવે ભારત અને અન્ય દેશોમાં કો-લિવિંગ સ્પેસ માટેનો ટ્રેન્ડ જાવા મળે છે.
જ્યાં રિયલ એસ્ટેટ કંપનીની સાથે મળીને યુવા ઉદ્યોગસાહસિકો એવા સ્પેસ ડેવલપ કરી રહ્યા છે જ્યાં અલગ અલગ પ્રોફેશન સાથે જોડાયેલા લોકો એક સાથે બેસીને કામ કરે છે. ઇÂન્ડયામાં હવે કો-સ્પેસ સાથે જોડાયેલી અનેક કંપનીઓ રહેલી છે. આની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. નાના શહેરોથી લઇને મોટા શહેરોમાં કો-વર્કિગ સ્પેસ ના સ્ટાર્ટ અપની બોલબાલા દેખાઇ રહી છે. જા કોઇ યુવા ઉદ્યોગસાહસિક સારા સ્ટાર્ટ અપની વિચારધારા ધરાવે છે તો કો-લિવંગ સ્પેસ માટેના સ્ટાર્ટ અપ સારા વિકલ્પ તરીકે સાબિત થઇ શકે છે. ભારત અને અન્ય દેશોમાં કો-લિવિંગ સ્પેસના આઇડિયાને આજના સમયમાં ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. કો-વર્કિગ સ્પેસ પ્રત્યે લોકોના ધ્યાનને આકર્ષિત કરવા માટે એક મહિનાની ફ્રી મેમ્બરશીપથી શરૂઆત કરવામાં આવી શકે છે. રિયલ એસ્ટેટ એજન્ટોનો સંપર્ક કરવામાં આવે તે જરૂરી છે. હાઇટેક સુવિધા અને સર્વિસની જાણકારી આપનાર વિડિયો એડ તૈયાર કરવામાં આવી શકે છે. જેનો ઉપયોગ સોશિયલ મિડિયા પર જાહેરાત માટે કરવામાં આવી શકે છે.
જાણકાર લોકો કહે છે ભારતમાં હાલમાં કો-લિવિંગ સ્પેસ માટેના સ્ટાર્ટ અપનો દોર શરૂઆતી તબક્કામાં છે. યુવા ઉદ્યોગસાહસિકો માટે આ વિચાર ફ્રુટફુલ છે. કો-લિવિંગ સ્પેસના કોન્સ્પેપ્ટને સમજી લેવા માટે આ ફિલ્ડમાં કામ કરી રહેલી કંપનીઓમાં અભ્યાસ કરવામાં આવે તો પણ વધારે ફાયદો થાય છે. કો-લિવિંગ સ્પેસના સ્ટાર્ટ અપમાં રસ ધરાવતા લોકોને આ ક્ષેત્રમાં આગળ વધીને કામ કરવુ જોઇએ. જા કો-લિવિંગમાં સ્ટાર્ટ અપમાં રસ છે તો નેસ્ટવે , જાલો સ્ટે, સ્ટેન્જા લિવિંગ, કો-લવ જેવી કંપનીઓના વર્કિગ મોડલને સમજી લેવાની જરૂર છે. જાણકાર લોકો કહી રહ્યા છે કે છેલ્લા દશકમાં આઇટી, સર્વિસ અને મેન્યુફેકચરિંગ સેક્ટરમાં આવેલા બુમ બાદ દેશના દરેક ક્ષેત્રમાં માઉગ્રન્ટ વર્કરોની સંખ્યા સતત વધી રહી છે. આવા વર્કરો માટે હજુ સુધી બીજા શહેરોમાં મકાનની જરૂરિયાતને ટ્રેડિશનલ રેન્ટેડ ફ્લેટ, પીજી અને ગેસ્ટ હાઉસ પૂર્ણ કરે છે. સ્ટાર્ટ અપના દોરમાં યુવા ઉદ્યોગ સાહસિકોએ ટ્રેડિશનલ એકોમોડેશનના કોન્સેપ્ટમાં એક નવા વિચાર જોડી દીધા છે. જેને કો લિવિંગ સ્પેસ કહેવામાં આવે છે. ૨૦૨૦ સુધી કો-લિવિંગ સ્પેસનુ માર્કેટ કદ પણ આશરે બે અબજ ડોલરની સપાટી પર પહોંચી શકે છે. વર્કિગ પ્રોફેશનલ ઉપરાંત કો-વર્કિગ સ્પેસની કંપનીઓ માટે ટાર્ગેટ કસ્ટમરો છે. જેમાં કોલેજના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. વર્તમાનમાં ભારતમાં આશરે ૫૦ હજાર કોલેજ છે.
જેમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા ત્રણ કરોડથી વધારે છે. ખાસ બાબત એ છે કે ૭૦ ટકા કોલેજમાં હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ નથી. આવી સ્થિતીમાં કો-લિવિંગસ્પેસ કોલેજના વિદ્યાર્થીઓને વધારે આકર્ષિત કરે છે. આનો લાભ એ થાય છે કે કોલેજના વિદ્યાર્થીઓ એ લોન્ગ ટર્મ કસ્ટમર હોય છે. તે વર્કિગ પ્રોફેશનલ કરતા વધારે લાભ આપનાર તરીકે સાબિત થાય છે. આધુનિક સમયમાં કો-વર્કિગ બાદ હવે કો-લિવિંગ સ્ટાર્ટ અપની બોલબાલા વધી રહી છે. ભારત જેવા દેશમાં પણ આ દિશામાં હવે ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. જે લોકોની પાસે એક કરતા વધારે વિશાળ મકાનો છે તે લોકોને આ પ્રકારના સ્ટાર્ટ અપ શરૂ કરવાની દિશામાં વિચારણા કરવી જોઇએ. અથવા તો પોતાના આવાસને લાંબા ગાળાની ગણતરી કરીને આપવામાં આવે તે જરૂરી છે. ભારત દુનિયાના સૌથી મોટા સ્ટાર્ટ અપ કારોબાર તરીકે ઉભરે છે ત્યારે જુદા જુદા પ્રકારના સ્ટાર્ટ અપના આઇડિયા યુવા પેઢી લગાવી રહી છે. સારા વિચારને અમલી કરીને આગળ વધવામાં આવે તે ફાયદો થાય છે. નોકરીના બદલે સ્ટાર્ટ અપ શરૂ કરીને કેટલાક અન્યોને નોકરી આપી શકાય છે. જા કે આના માટે યોગ્ય રસ્તા પર સાવચેતી જરૂરી બની છે.