નવી દિલ્હી : સરકાર બન્યા બાદ જુનના ફર્સ્ટ હાફમાં નવા વડાપ્રધાને પહુપક્ષીય સંમેલન માટે વિદેશ યાત્રા કરવાની રહેશે. તેઓ ૧૪-૧૫મી જુનના દિવસે બિશકેકમાં આયોજિત થવા જઇ રહેલા શંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશનના સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચશે. જ્યાં નવા ભારતીય વડાપ્રધાનનો સામનો પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની સાથે થશે. પુલવામા ખાતે આત્મઘાતી હુમલો અને બાલાકોટ ખાતે ભારતીય હવાઇ દળ દ્વારા કરવામાં આવેલા ભીષણ હુમલાનો ઉલ્લેખ હાલમાં ચૂંટણી પ્રચારમાં મોદી જોરદાર રીતે કરી રહ્યા છે.
તાજેતરમાં જ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યુ છે કે પાકિસ્તાન ઇચ્છે છેકે ભારતમાં દક્ષિણપથી સરકારની તરફેણમાં છે. આ મુદ્દાના કારણે રાજકીય ગરમી આવી ગઇ છે. પાકિસ્તાનના વર્તમાન હાઇ કમીશનર સોહેલ મહેમુદે ગઇકાલે કહ્યુ હતુ કે અમને આશા છે કે ભારતમાં ચૂંટણી યોજાયા બાદ નવી દિલ્હીની સાથે અમારી વાતચીત થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ પુલવામા ખાતે હુમલો કરવામાં આવ્યા બાદ સંપૂર્ણ પણે તુટી ગયા છે. ભારત અન પાકિસ્તાન વચ્ચેના સંબંધ દિન પ્રતિદિન ખરાબ થઇ રહ્યા છે. જુન મહિનામાં નવા વડાપ્રધાન જી-૨૦ની બેઠકમાં પણ હાજરી આપવા માટે પહોંચનાર છે.
આ બેઠક ઓસાકા ખાતે યોજાનાર છે. આ વિશ્વના ટોપ અર્થવ્યવસ્થાના નેતાઓની સાથે નવા વડાપ્રધાનની પ્રથમ બેઠક રહેશે. વર્ષ ૨૦૧૯ના બીજા હાફમાં નવા વડાપ્રધાન આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં મોટા ભાગે નજરે પડનાર છે. રશિયામાં વાર્ષિક સંમેલન પણ થનાર છે. જેના ભાગરૂપ વડાપ્રધાન રશિયા જશે. જ્યારે ભારત-ચીન વચ્ચે બેઠક પણ થનાર છે. જેના ભાગરૂપે શી જિનપિંગ ભારત આવનાર છે. અમેરિકા અને ભારત વચ્ચે બેઠક સપ્ટેમ્બર મહિનામાં યોજાનાર છે. જાપાનના વડાપ્રધાન શિન્ઝો ભારતના પ્રવાસમાં આવનાર છે.