ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સરયુમાં સ્નાન દરમિયાન પતિએ પત્નીને ચુંબન કરી લીધુ અને કેટલાક લોકોએ તેને માર માર્યો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી ગઈ છે અને હાલ મામલે તપાસ ચાલુ છે. પોલીસ અધિકારીએ કહ્યું કે કેટલાક લોકોએ દાવો કરતા કહ્યું હતું કે આ ઘટના મંગળવારે રામ કી પૌડીમાં ઘટી હતી પરંતુ હજુ ચોક્કસ તારીખની પુષ્ટિ થઈ નથી. હાલ સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પતિ અને પત્ની સરયુ નદીમાં સાથે છે અને કેટલાક લોકો પતિને ખેંચીને બહાર લઈ જાય છે અને મારે છે. તેમાંથી એક વ્યક્તિ એવું પણ કહેતો સંભળાય છે કે ‘અયોધ્યામાં આવી અશ્લિલતા સહન કરવામાં નહીં આવે.’ આ સમગ્ર મામલે જો કે પોલીસનું કહેવું છે કે હજુ સુધી તેમને કોઈ ફરિયાદ મળી નથી. તેમણે કહ્યું કે મામલાની તપાસ ચાલુ છે અને આ કપલ અને તેમના પર હુમલો કરનારાઓને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
એસએસપી શૈલેષ પાંડેએ કહ્યું કે મામલાની હાલ તપાસ ચાલુ છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સરયુ નદીમાં સ્થાન કરવા દરમિયાન એક પતિ એવો તે આવેશમાં આવી ગયો કે તેણે તેની પત્નીને જાહેરમાં બધાની સામે ચુંબન કરી લીધું. આ જોઈને ત્યાં હાજર લોકો આક્રોશમાં આવી ગયા અને પતિને પકડીને નદીમાંથી બહાર લઈ જઈ બરાબરની ધુલાઈ કરી.