વર્લ્ડકપ ૨૦૨૩માં ઓસ્ટ્રેલિયા બાદ, ભારતીય ખેલાડીઓનો પણ દબદબો રહ્યો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

સ્ટાર ખેલાડી વિરાટ કોહલીની સદી અને ફાસ્ટ બોલર મહોમ્મદ શમીએ તોડ્યા રેકોર્ડ્‌સ
નવીદિલ્હી: વર્ષ ૨૦૨૩માં ક્રિકેટના મહાકુંભ વનડે વર્લ્ડ કપનું આયોજન ભારતમાં થયું, જેમાં ભારતીય ટીમ એકપણ મેચ હાર્યા વિના વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચી હતી, પરંતુ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર થતા ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ કપ જીતવાનું સપનું અધૂરું રહી ગયું. આ વર્લ્ડ કપમાં અનેક રેકોર્ડ બન્યા, જેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા, સ્ટાર પ્લેયર વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર મહોમ્મદ શમીએ મોટા રેકોર્ડ તોડયા અને રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવી ઈતિહાસ રચ્યો હતો.. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલ વર્લ્ડ કપ ૨૦૨૩ની રાહ આખરે પૂરી થઈ છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્‌સમેન વિરાટ કોહલીએ આખરે ર્ંડ્ઢૈં ક્રિકેટના શિખર પર પોતાનું નામ કાયમ માટે લખાવ્યું. કોહલીએ આ ટૂર્નામેન્ટમાં ૩ સદી ફટકારીને મહાન બેટ્‌સમેન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો. દક્ષિણ આફ્રિકા સામેની લીગ મેચમાં સદી ફટકારીને કોહલીએ સચિનની ૪૯ વનડે સદીની બરાબરી કરી હતી. ત્યારબાદ સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે સદી ફટકારીને કોહલી ૫૦ સદી ફટકારનાર પ્રથમ બેટ્‌સમેન બન્યો.. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ખિતાબ જીતવામાં નિષ્ફળ રહ્યો હતો પરંતુ તેણે ચોક્કસપણે પોતાના પ્રદર્શનથી બધાના દિલ જીતી લીધા હતા. દિલ જીતવાની સાથે રોહિતે એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામેની મેચ દરમિયાન રોહિતે ૩ સિક્સર ફટકારતાની સાથે જ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્‌સમેન બની ગયો હતો. રોહિતે ક્રિસ ગેલના ૫૫૩ સિક્સરનો રેકોર્ડ તોડી નાખ્યો. રોહિતે વર્લ્ડ કપમાં ૩૧ સિક્સર ફટકારી હતી અને હવે તે કુલ ૫૮૨ સિક્સર સાથે ટોપ પર છે.. ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી માટે પણ વર્લ્ડ કપ ૨૦૨૩ શાનદાર રહ્યો અને તેણે સૌથી વધુ ૨૪ વિકેટ લીધી. શમી આ વર્લ્ડ કપનો સૌથી હિટ બોલર હતો. તેણે આ વિકેટ માત્ર ૭ મેચમાં લીધી હતી. આ દરમિયાન શમીએ વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી ૫૦ વિકેટ લેવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. ભારતીય પેસરે માત્ર ૧૭ ઇનિંગ્સમાં આ કારનામું કર્યું અને મિચેલ સ્ટાર્કનો ૧૯ ઈનિંગ્સનો રેકોર્ડ તોડી નાખ્યો, જે તેણે આ વર્લ્ડ કપમાં જ બનાવ્યો હતો.. કોહલીના વર્લ્ડ કપમાં સૌથી વધુ રનઃ કોહલી માટે વર્લ્ડ કપ ૨૦૨૩ જબરદસ્ત હતો. વિરાટ કોહલી તેના ચોથા વર્લ્ડ કપમાં રન બનાવવામાં સફળ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાં અડધી સદીથી જે શરૂઆત થઈ હતી તે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામેની અડધી સદી સાથે પૂરી થઈ હતી. આ રીતે, ૧૧ મેચોમાં, કોહલીએ ૩ સદી અને ૬ અડધી સદી ફટકારી અને સચિનનો વર્લ્ડ કપમાં સૌથી વધુ રનનો રેકોર્ડ તોડ્યો. સચિને ૨૦૦૩માં ૧૧ મેચમાં ૬૭૩ રન બનાવ્યા હતા. કોહલીએ ૯૫ની એવરેજથી રેકોર્ડ ૭૬૫ રન બનાવ્યા.

Share This Article