મુંબઈ : એક તરફ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટીમ ઈન્ડિયાની કારમી હાર બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓ તરફથી નિવૃત્તિની માંગણી થઈ રહી છે તો બીજી તરફ આ બંને સાથે રમી ચૂકેલા ભારતીય ઓલરાઉન્ડરે હવે જાહેરાત કરી છે. હાલમાં ટીમ ઈન્ડિયામાં ઘણા મોટા ખેલાડીઓની નિવૃત્તિની અટકળો ચાલી રહી છે. સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની શ્રેણીની વચ્ચે અચાનક નિવૃત્તિ લીધા બાદ આવી અફવાઓ વધુ ઉગ્ર બની હતી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ અને બેટમાં નિષ્ફળ રહ્યા બાદ કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને ડ્રોપ કરીને સંન્યાસ લેવાની સલાહ આપવામાં આવી રહી છે. પરંતુ આ બંને પહેલા એક ભારતીય ખેલાડીએ નિવૃત્તિ જાહેર કરી દીધી છે. આ ખેલાડી છે ઋષિ ધવન, જેણે મર્યાદિત ઓવરની ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
અનંત નેશનલ યુનિવર્સિટીએ ગુજરાતના યુવાનો પર ડિજિટલ ઈન્ડિયાની અસરના મહત્વના તારણોનું અનાવરણ કર્યું
અમદાવાદ : અનંત નેશનલ યુનિવર્સિટીએ 16 એપ્રિલ, 2025ના રોજ યોજાયેલાં રિસર્ચ ડિસેમિનેશન વર્કશોપ દરમિયાન ICSSRના આર્થિક સહયોગથી ગુજરાતના ગ્રામીણ અને...
Read more