અમેઠી બાદ વાયનાડમાં પણ રાહુલ ગાંધી સામે સ્મૃતિ હશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશની તેમની પરંપરાગત સીટ અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ સીટ પરથી પણ ચૂંટણી લડી શકે ચે તેવા હેવાલ આવી રહ્યા છે. હવે એવા હેવાલ પણ આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી પણ આ બેઠક પર તેમના શક્તિશાળી નેતા સ્મૃતિ ઇરાનીને મેદાનમાં ઉતારી શકે છે. જા સ્મૃતિ ઇરાની મેદાનમાં ઉતરશે તો સ્પર્ધા વધારે તીવ્ર બની શકે છે. રાહુલને આ સીટ પરથી મેદાનમાં ઉતારી દેવાની ચાલી રહેલી હિલચાલ વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આ સીટ પરથી એક મજબુત ઉમેદવારને મેદાનમાં ઉતારવા વિચારણા ચાલી રહી છે. સ્મૃતિ ઇરાનીના નામ પર ચર્ચા સૌથી વધારે છે.

સુત્રોની વાત પણ વિશ્વાસ કરવામાં આવે તો દક્ષિણ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી એક મજબુત નેતાને ઉતારવા માંગે છે. બાજપ અને બીજેડીએસ દ્વારા ગંભીરતાપૂર્વક વિચારણા ચાલી રહી છે. બંને પાર્ટી માને છે કે જા રાહુલ ગાંધી વાયનાડમાંથી ચૂંટણી લડે છે તો ગઠબંધન પણ ત્યાંથી કોઇ મોટા ઉમેદવારને મેદાનમાં ઉતારી શકે છે. રાજ્ય ભાજપ અધ્યક્ષ શ્રીધરને હાલમાં કહ્યુ હતુ કે જા કોંગ્રેસ આ સીટને ફાઇનલ કરે છે તો પાર્ટી અહીથી શક્તિશાળી નેતાને મેદાનમાં ઉતરશે.

પાર્ટીમાં આને લઇને કેટલાક નામ પર ચર્ચા ચાલી રહી છે. રાહુલ દ્વારા ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ ટોપ લીડરશીપ હવે નિર્ણય કરનાર છે. ભાજપના મહાસચિવે કહ્યુ છે કે વિવિધ નામ પર ચર્ચા ચાલી રહી છે. તમામ ઉમેદવારોમાં સ્મૃતિ વધારે પ્રબળ દાવેદાર દેખાઇ રહી છે. પહેલા કોંગ્રેસ પાર્ટીની ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે તેવી ભાજપને આશા છે. તેમની યાદીમાં ધ્યાન આપ્યા બાદ અહીંથી ભાજપ તેના ઉમેદવારને જાહેર કરનાર છે. સ્મૃતિ ઇરાની અને રાહુલ વચ્ચે છેલ્લી ચૂંટણીમાં અમેઠીમાં સ્પર્ધા થઇ હતી. જેમાં રાહુલની જીત થઇ હતી. જા કે આ વખતે રાહુલ સામે પડકાર વધુ છે.

Share This Article