અમિત શાહનું સંસદમાં નિવેદન : લાંબી રાહ બાદ જમ્મુ-કાશ્મીરમાં સિનેમાહોલ ખુલશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read
File 01 Page 20

નવીદિલ્હી :એક સમય હતો જ્યારે શૂટિંગ માટે દરેક ફિલ્મ મેકર્સની પહેલી પસંદ જમ્મુ-કાશ્મીર હતું. ત્યાં હિન્દી સિનેમાની અગણિત ફિલ્મોનું શૂટિંગ થયું છે. પરંતુ સમય સાથે ત્યાંના બદલાતા વાતાવરણે બધું બગાડી નાખ્યું. ફિલ્મ મેકર્સે ત્યાં જવાનું બંધ કરી દીધું. આ સિવાય ઘાટીમાં ફેલાયેલા આતંકને કારણે સિનેમા હોલ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. હાલમાં જમ્મુ-કાશ્મીરમાં આખું દ્રશ્ય કેવી રીતે બદલાઈ ગયું છે તેને લઈને ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં વાત કરી છે. લાંબી રાહ બાદ જમ્મુ-કાશ્મીરમાં સિનેમા હોલ ખુલવા જઈ રહ્યા છે. લગભગ ત્રણ દાયકા પછી જમ્મુ-કાશ્મીરના લોકો થિયેટરોમાં ફિલ્મો જાેવાનો આનંદ માણી શકે છે. આ સિવાય ફિલ્મ મેકર્સે પણ ઘાટીમાં ફિલ્મનું શૂટિંગ કરવાનું શરૂ કરી દીધું છે.. શ્રીનગર અને પહેલગામ સિવાય જમ્મુ અને કાશ્મીરમાં દાલ લેક, સોનમર્ગ, દૂધપથરી, ગુલમર્ગ, નિશાંત બાગ જેવા વિસ્તારો શૂટિંગ માટે સૌથી વધુ લોકપ્રિય છે. ઈમરાન હાશ્મીની ફિલ્મ ફિલ્મ ‘ગ્રાઉન્ડ ઝીરો’નું શૂટિંગ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયું છે. આ સિવાય એક્ટરે આ ફિલ્મનું શ્રીનગરમાં શૂટિંગ કર્યું હતું. ‘રાઝી’, ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ અને ‘યે જવાની હૈ દીવાની’ જેવી ઘણી શાનદાર ફિલ્મોનું શૂટિંગ શ્રીનગરમાં થયું હતું. ‘રાઝી’નું શૂટિંગ પણ ‘પહલગામ’માં થયું હતું. જમ્મુ-કાશ્મીરનો આ વિસ્તાર શૂટિંગ માટે ખૂબ જ લોકપ્રિય છે.. સલમાન ખાનની ‘બજરંગી ભાઈજાન’ના કેટલાક ભાગોનું શૂટિંગ સોનમર્ગમાં થયું હતું. આ સિવાય ફિલ્મનું શુટિંગ અટારી વાઘા બોર્ડર પર પણ થયું હતું. તે જ સમયે, ‘નોટબુક’ અને ‘ફિતૂર’ સહિતની કેટલીક ફિલ્મોનું શૂટિંગ દાલ લેકની આસપાસના વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું. ખીણની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક ગુલગરમ પર ‘ફેન્ટમ’, ‘જબ તક હૈ જાન’, ‘હાઈવે’, ‘યે જવાની હૈ દીવાની’, ‘બોબી’, ‘આપ કી કસમ’ જેવી ઘણી ફિલ્મોનું શૂટિંગ થયું છે. જાે એમ કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે શૂટિંગ માટે આ ફિલ્મ મેકર્સની ફેવરિટ જગ્યાઓમાંથી એક છે.

Share This Article