૮૬ વર્ષ બાદ અમદાવાદની એચ.એલ.કોમર્સ કોલેજનો સમય સવારનો થશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદની એચ.એલ કોમર્સ કોલેજ ૧૯૩૬થી ચાલી રહી છે.કોલેજ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી કોલેજમાં એડમિશન માટે ઊંચું મેરીટ હોય છે.આ કોલેજમાં અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ ભણી ચુક્યા છે.કોલેજમાં બી.કોમ અને એમ.કોમ એમ કોમર્સના ૨ કોર્ષ ચાલી રહ્યા છે.

બી.કોમમાં કોલેજનો સમય અત્યાર સુધી ૧૧ થી ૫ઃ૩૦ વાગ્યા સુધીનો હતો તથા એમ.કોમનો સમય ૪ઃ૩૦ થી ૭ઃ૩૦ વાગ્યા સુધીનો હતો.કોલેજ શરૂ થઈ ત્યારથી આ સમય પર જ કોલેજ ચાલી રહી છે ત્યારે હવે ૮૬ વર્ષ બાદ કોલેજના સમયમાં ફેરફાર થશે. કોલેજમાં હવે બી.કોમનો સમય સવારે સવારે ૭ઃ૩૦ થી ૨ વાગ્યા સુધીનો અને એમ.કોમમાં પણ ૭ઃ૩૦ વાગ્યાનો સમય રહેશે. બી.કોમના વિદ્યાર્થીઓ સીએનો અભ્યાસ કરી રહ્યા છે. જેથી વિદ્યાર્થીઓને બપોરના સમયે કોલેજ આવવામાં મુશ્કેલી પડે છે માટે કોલેજે સમયમાં ફેરફાર કર્યો છે.

કોલેજ દ્વારા આ અંગે ગુજરાત યુનિવર્સિટીને રજુઆત કરતા યુનિવર્સિટી તરફથી ૩ સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી અને કમિટીએ આ ર્નિણયને મંજૂરી આપી છે.વર્ષ ૨૦૨૨-૨૩ના શૈક્ષણિક સત્રથી આ સમય પર કોલેજ ચાલશે.અમદાવાદ શહેરમાં અનેક જાણીતી અને વર્ષો જૂની કોલેજો છે. જેમાંથી નવરંગપુરા કોમર્સ છ રસ્તા પાસે આવેલ એચ.એલ.કોમર્સ કોલેજ પણ છે.આ કોલેજમાં કોમર્સના કોર્ષ ચાલી રહ્યા છે. જેમાં સમય બપોરેનો હતો તે ફેરફાર કરીને હવે સમય સવારનો કરવામાં આવ્યો છે.વિદ્યાર્થીઓના હિતમાં જ કોલેજ દ્વારા સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Share This Article