28 વર્ષ બાદ ઇંગ્લેન્ડ અને ક્રોએશિયા સેમિફાઇનલમાં આમને સામને

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ફિફા વર્લ્ડકપ 2018માં પોતાના શાનદાર પ્રદર્શનથી દરેકને ચોંકાવનારી ટીમ ઇંગ્લેન્ડે સેમીફાઇનલમાં  પ્રવેશ કરી લીધો છે. જ્યારે તેની સામે જાએન્ટ ક્રોએશિયા સેમીફાઇનલમાં છે. મહત્વની વાત તો તે છે કે, ઇંગ્લેન્ડ અને ક્રોએશિયા 28 વર્ષ બાદ એકબીજા સામે સેમીફાઇનલ રમશે.

1990માં ઇંગ્લેન્ડ અને ક્રોએશિયા એકબીજા સામે સેમીફાઇનલ રમ્યા હતા. 1966માં ઇંગ્લેન્ડે એક વાર વિશ્વકપ જીત્યો હતો. બંને દેશ વચ્ચે આ મેચ ભારતીય સમય અનુસાર બુધવારે રાત્રે 11.30 વાગે શરૂ થશે. રુસ સામે પોતાની ટીમને રમતી જોઇને આખુ ઇંગ્લેન્ડ જશ્નમાં ડૂબેલુ છે. કોચ જેરેથ સાઉથગેટે બધા જ દેશવાસીઓનુ દિલ જીતી લીધુ છે.

ઇંગ્લેન્ડના મિડફિલ્ડર ડેલે અલીએ કહ્યુ હતુ કે, તે પોતાની તૈયારીમાં વ્યસ્ત છે. સોશિયલ મિડીયા અને ઇન્ટરનેટ ચેક કરવાથી ખબર પડી કે આ કેટલી મોટી ઉપાધિ છે. ઇંગ્લેન્ડે સ્વિડનને 2-0થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. જાએન્ટ ક્રોએશિયાએ આર્જેન્ટિના જેવી સ્ટ્રોંગ ટીમને હરાવી છે. ત્યારે હવે જોવુ તે રહેશે કે, બંનેમાંથી કોણ ફાઇનલમાં પ્રવેશ મેળવે છે.

Share This Article