પટણા : વર્ષ ૨૦૧૫માં બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમાર વચ્ચે શાબ્દિક આક્ષેપબાજીની ચારેબાજુ ચર્ચા જાવા મળી હતી. જા કે હવે બનં એક છાવણીમાં નજરે પડી રહ્યા છે. ચાર વર્ષના લાંબા ગાળા બાદ રાજકીય સ્થિતિ બદલાઇ ગઇ છે. હાલમાં ભારતીય જનતા પાર્ટી અને જેડીયુની બિહારમાં ગઠબંધન સરકાર છે. સાથે સાથે મોદી-નીતીશ કુમાર વચ્ચેના સંબંધ પણ હવે નવા યુગમાં પ્રવેશી ગયા છે.હવે લોકસભાની ચૂંટણી પહેલા મોદી અને નીતીશ કુમાર એક સાથે આવી શકે છે. લોકસભા ચૂંટણી પહેલા યોજાનાર આ મહારેલીને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.
આના પણ તમામ રાજકીય પક્ષોની ચાંપતી નજર રહેનાર છે. બિહારમાં લોકસભા ચૂંટણી માટે એનડીએના અભિયાનની આ મોટી રેલીની સાથે શરૂઆત થનાર છે. મોદી અને નીતીશ કુમાર હાલના વર્ષોમાં કેટલીક વખત સરકારી અને ધાર્મિક કાર્યક્રમ વખતે એક મંચ પર આવી ચુક્યા છે. જુલાઇ ૨૦૧૭માં ભાજપ અને જેડીયુ વચ્ચે ફરી એકવાર મજબુત મિત્રતા થયા પછી આ પ્રથમ વખત થશે જ્યારે મોદી અને નીતીશ કુમાર એક મંચ પર રહેશે. જુલાઇ ૨૦૧૭માં ભાજપ અને જેડીયુ વચ્ચે મિત્રતાની શરૂઆત થઇ હતી. પટણાના ગાંધી મેદાન ખાતે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની સુચિત જન આક્રોશ રેલીનો જવાબ આપવા માટે એનડીએ આ મેગા રેલી કરનાર છે. જેડીયુના રાષ્ટ્રીય મહાસચિવ કેસી ત્યાંગીએ માહિતી આપતા કહ્યુ છે કે મોદી આ રેલીમાં હાજરી આપનાર છે. રેલીમાં નીતીશ કુમાર ઉપરાંત કેન્દ્રિય પ્રધાન રામવિલાસ પાસવાન પણ હાજરી આપનાર છે. ત્યાગીએ કહ્યુ હતુ કે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં જેડીયુ રાષ્ટ્રીય કારોબારની બેઠક પટણામાં યોજવામાં આવનાર છે. જેને લઇને તમામ તૈયારી પાર્ટી કાર્યકરો દ્વારા કરી લેવાઇ છે.