લોડ્સ : વર્લ્ડ કપની રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. જેના ભાગરૂપે હવે આવતીકાલે લોડ્સના ઐતિહાસિક મેદાન ખાતે પાકિસ્તાન અને આફ્રિકા વચ્ચે જંગ ખેલાનાર છે. બંને માટે આ મેચ પ્રતિષ્ઠા સમાન બની રહેશે. કારણ કે વર્તમાન વર્લ્ડ કપમાં બંને ટીમોનો દેખાવ હજુ સુધી કંગાળ રહ્યો છે. એકબાજુ આફ્રિકાએ હજુ સુધી છ મેચો રમી છે જે પૈકી તેની ચારમાં હાર થઇ છે અને એક મેચમાં જ તેની જીત થઇ છે. આવી જ રીતે પાકિસ્તાનની પણ પાંચ મેચો પૈકી માત્ર એકમાં જીત થઇ છે અને ત્રણમાં હાર થઇ છે. બંને ટીમો પર વર્તમાન વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઇ જવાનો ખતરો રહેલો છે. પાકિસ્તાન અને આફ્રિકાને હવે તેમની બધી મેચો જીતવાની જરૂર રહેલી છે. પોઇન્ટ ટેબલની વાત કરવામાં આવે તો આ બંને ટીમોથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમતી તમામ ટીમો આગળ છે. જેમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા તેમજ વિન્ડીઝ પણ સામેલ છે.
બંને ટીમોના હજુ ત્રણ ત્રણ પોઇન્ટ રહેલા છે. આવી સ્થિતીમાં બંને ટીમોની હવે શક્યતા નહીંવત દેખાઇ રહી છે. પાકિસ્તાન અને આફ્રિકા બંનેમાં સારા ખેલાડી હોવા છતાં કોઇ ખેલાડી હજુ સુધી તમામનુ ધ્યાન ખેંચી શક્યા નથી. મેચનુ પ્રસારણ બપોરે ત્રણ વાગેથી કરવામાં આવનાર છે. ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની છે જેમાં દરેક ટીમ અન્ય નવ ટીમો સામે મેચો રમશે. એટલે કે દરેક ટીમ નવ મેચ રમનાર છે. ત્યારબાદ ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ૧૦ ટીમોની સ્પર્ધામાં આ વખતે રોમાંચકતા રહે તેવી શક્યતા છે. ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જા કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી.
૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી.વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી નવા રેકોર્ડ કરી શકે છે. વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમોમાં દક્ષિણ આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇÂન્ડઝનો સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું. ફાઈનલ મેચ લોડ્ઝમાં રમાશે.મેચને લઇને ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે. બંને ટીમો નીચે મુજબ છે.
પાકિસ્તાન : સરફરાઝ અહેમદ, આસીફ અલી, બાબર આઝમ, ફખર ઝમાન, હેરિસ સોહેલ, હસન અલી, ઇમામ વસીમ, ઇમામ ઉલ હક, મોહમ્મદ આમીર, મોહમ્મદ હાફિઝ, મોહમ્મદ હુસૈન, સાદાબ ખાન, શાહીન આફ્રિદી, શોએબ મલિક, વહાબ રિયાઝ
આફ્રિકા : ડુ પ્લેસીસ (કેપ્ટન), હાસીમ અમલા, ડીકોક, વાનડેર, ડ્યુમિની, માર્કરામ, ડેવિડ મિલર, લુંગીગીડી, ક્રિસ મોરિસ, ફેલુકવાયો, પ્રિટોરિયસ, રબાડા, શામ્સી, ડેલ સ્ટેઇન, ઇમરાન તાહીર.