એડિલેટ : એડિલેડ ઓવલ ખાતે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના આજે ત્રીજા દિવસે યજમાન ઓસ્ટ્રેલિયા માત્ર૨૩૫ રન કરીને આઉટ થઇ ગયુ હતુ. આની સાથે જ ભારતને પ્રથમ ઇનિગ્સના આધાર પર ૧૫ રનની નજીવી લીડ મળી હતી. ત્યારબાદ પણ ભારતીય ટીમે મજબુત બેટિંગની શરૂઆત કરી હતી. આની સાથે જ તેને આ ટેસ્ટ મેચ જીતી લેવાની તક રહેલી છે.
જો કે ટાર્ગેટ ઝડપથી આપીને સમયરાખવાની જરૂર પડશે. બીજા દિવસે સાત વિકેટે ૧૯૧ રનથી આગળ રમતા ઓસ્ટ્રેલિયાની ટીમવધારે સમય સુધી મેદાનમાં ટકી શકી ન હતી. ત્રીજા દિવસે વધુ ૪૩ રન ઉમેર્યા હતા. આજેત્રીજા દિવસે ભારત તરફથી મોહમ્મદ સમીએ બે અને બુમરાહે એક વિકેટ ઝડપી હતી.ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પણ ભારતીય બોલિંગ સામે ટકી શક્યા ન હતા અને એક પછી એકવિકેટો ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી એકમાત્ર હેડ મેદાનમાં ટકી શક્યો હતો. પ્રથમદિવસે રમત બંધ રહી ત્યારે પુછડિયા બેટ્સમેનોના યોગદાનને લઇને ટીમ ઇન્ડિયાએનવ વિકેટે ૨૫૦ રન કર્યા હતા. પુજારા ૧૨૩ રન કરીને આઉટ થયો હતો.
૭૦ વર્ષના લાંબાગાળા બાદ ભારતીય ટીમ પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતવાના ઇરાદાથી મેદાનમાં ઉતરી છેપરંતુ પ્રથમ દિવસે જ ટીમનો ધબડકો થયો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમને તેની જમીન પર હરાવવા માટેની બાબત તો સારી સારી ટીમો પણ સરળ રહી નથી. આંકડાની વાત કરવામાં આવે તો વર્ષ૨૦૦૦ બાદથી ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરનાર ટીમોની હાલત કફોડી રહી છે. ભારતની વાતકરવામાં આવે તો ભારતે વર્ષ ૨૦૦૦ બાદથી ૧૭ ટેસ્ટ મેચ રમી છે. જે પૈકી ભારતને માત્રબે ટેસ્ટ મેચ જીતવામાં સફળતા મળી છે. જ્યારે તેની ૧૦ ટેસ્ટમાં હાર થઇ છે. પાંચ ટેસ્ટ ડ્રો રહી છે. વર્ષ ૨૦૧૪-૧૫થી હજુ સુધી ભારતે ૪૬ પૈકી ૨૬ ટેસ્ટ મેચો જીતી છે.આ ગાળા દરમિયાન ભારતીય ટીમ ટેસ્ટમાં પહેલા નંબર પર પહોંચી ગઇ છે. સ્થાનિક મેદાનમા શાનદાર દેખાવની સાથે સાથે ભારતે કેટલાક નવારેકોર્ડ સર્જી દીધી છે. છેલ્લા ૧૫ ટેસ્ટ મેચો પૈકી ભારતે ૧૧ ટેસ્ટ મેચમાં જીતહાંસલ કરી છે. ટેસ્ટ શ્રેણી આ વખતે પણ ભારત માટે પડકારરુપ છે. છેલ્લી ટેસ્ટ મેચોનાભારતના ફોર્મને જાતા ચાહકો અપેક્ષા રાખી રહ્યા છે કે, ટીમ આ વખતે ઓસ્ટ્રેલિયાને પરાજિત કરવામાં સફળ રહેશે. સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નર જેવાબે મુખ્ય ખેલાડી ટીમમાં નથી.