શ્રીનગર : ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનના સંબંધમાં નવી નવી વિગત સપાટી પર આવી રહી છે. તેના સાહસને લઇને હવે નવી વિગત સપાટી પર આવી છે. જે મુજબ પાકિસ્તાની સેના દ્વારા ચારેબાજુથી ઘેરાઇ ગયો હોવા છતાં વિંગ કમાન્ડરે ભયમાં આવ્યા વગર હવામાં ગોળીબાર કર્યો હતો. સાથે સાથે તેમની પાસે રહેલા તમામ સિક્રેટ ડોક્યુમેટ ગળી લીધા હતા. પાકિસ્તાનના હાથમાં ભારતના સંવેદનશીલ દસ્તાવેજો ન આવે તે માટે તમામ દસ્તાવેજો ગળી લીધા હતા.
વિંગ કમાન્ડર સળગી ઉઠેલા વિમાનમાંથી પેરાશુટ મારફતે કુદી ગયા હતા. જો કે ખરાબ હવામાન અને પવનની ગતિના કારણે અભિનંદન પાકિસ્તાનમાં પહોંચી ગયા હતા. જ્યારે તેઓ જમીન પર ઉતર્યા ત્યારે તેમની સામે પથ્થર હાથમાં લીધેલા લોકલ લોકો હતા. જે તેમને મારી નાંખવા માટે ઇચ્છુક હતા. છતાં વિંગ કમાન્ડરે પોતાની જાન બચાવવા માટે પોતાની પાસે રહેલી પિસ્તોલમાંથી હવામાં ગોળીબાર કર્યો હતો. જો કે એ વખતે પણ શિસ્તમાં રહેલા અભિનંદને નિર્દોષ લોકો પર ગોળીબાર કર્યો ન હતો. ખુબ સાવધાનીપૂર્વક અભિનંદન તેમની પાસે રહેલા તમામ સિક્રેટ ચાવી ગયા હતા. અન્ય દસ્તાવેજો પાણીમાં પળાડી દીધા હતા. દુશ્મન દેશને કોઇ માહિતી ન મળે તે માટે આ ગુપ્ત દસ્તાવેજો ગળી લીધા હતા.
દુશ્મન દેશના હાથમાં લાગેલા વિંગ કમાન્ડરે પાકિસ્તાની સેનાના અધિકારીઓએ પુછપરછ દરમિયાન કોઇ માહિતી આપી ન હતી. પાકિસ્તાન દ્વારા બાનમાં પકડી લેવામાં આવેલા અભિનંદનને છોડી મુકવાનો નિર્ણય કરવામાં આવ્યા બાદ ભારતમાં ખુશીનુ મોજુ છે. કેટલાક વિડિયો પણ તેમના સપાટી પર હાલમાં આવ્યા હતા. જેમાં તેઓ સાહસ સાથે પાકિસ્તાની સેનાના અધિકારીઓનો સામનો કરતા નજરે પડે છે.