ભારતીય જનતા પાર્ટી આજે જે સ્થાન પર પહોંચી છે તે સ્થાન પર પાર્ટીને પહોંચાડી દેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા લાલકૃષ્ણ અડવાણીએ જ અદા કરી છે. લિવિંગ લેજેન્ડ તરીકે અડવાણીને ગણી શકાય છે. છ વખત ગુજરાતની જે ગાંધીનગર સીટ પરથી જીતીને તેઓ લોકસભામાં પહોંચતા રહ્યા છે તે ગાંધીનગર સીટ પરથી આ વખતે તેમને ટિકિટ મળી નથી. આ વખતે શિષ્ય દ્વારા જ ગુરૂને ટિકિટ આપવામાં આવી નથી. અલબત્ત શિષ્ય કહેવા પર પણ સવાલ ઉઠી શકે છે. કારણ કે બાજપ અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરમાંથી ચૂંટણી લડી રહ્યા છે. અમિત શાહને ટિકિટ આપવામાં આવ્યા બાદ પાર્ટીના વરિષ્ઠ નેતા અને અડવાણીની નજીકના લોકો પૈકી એક પ્રકાશ જાવડેકરે એમ કહીને આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે કે ગુજરાતની ગાંધીનગર સીટ પર જેટલી પણ વખત લાલકૃષ્ણ અડવાણીએ સફળતા હાંસલ કરી છે તેમાં શાહની ભૂમિકા નિર્ણાયક રહી છે.
જો કે આ બાબત કોઇને ગળે ઉતરે તેવી રહી નથી. તમામ નિષ્ણાંત લોકો અને રાજકીય પંડિતો સારી રીતે જાણે છે કે વર્ષ ૧૯૯૧માં લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત શાહે અડવાણી માટે પ્રચારની શરૂઆત કરી હતી. હવે એ વખતે પાર્ટીના વધતા જનતા નનાધાર અને અડવાણીના વધતા રાષ્ટ્રીય કદને ધ્યાનમાં લઇને શાહને ક્રેડિટ આપવાની બાબત કેટલી યોગ્ય છે તેનો અંદાજ તમામ જાણકાર લોકો લગાવી શકે છે. જા કે હાલમાં તમામ લોકો બે પ્રશ્ન કરી રહ્યા છે. પ્રથમ પ્રશ્ન એ થાય છે કે ૯૧ વર્ષની વયમાં લાલકૃષ્ણ અડવાણી ફરી ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે પ્રયાસ કરી રહ્યા હતા ? બીજા પ્રશ્ન એ થાય છે કે ભારતીય જનતા પાર્ટીને એક દિવસ તો તેમને દુર કરવાના જ હતા. તે હાલમાં કેમ નહીં ? કઇ પણ કહેવામા આવે પરંતુ પાર્ટીના પિતામહ ગણાતા લાલકૃષ્ણ અડવાણીની વિદાય બીજી રીતે પણ થઇ શકી હોત.
અહીં લાલકૃષ્ણ અડવાણીની મહત્વકાંક્ષા પણ એટલી જ જવાબદાર છે. વર્ષ ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ જા કોઇ ઇચ્છા મનમાં રહી હોત તો રાષ્ટ્રપતિના પદમાં રામનાથ કોવિન્દની નિમણંક વેળા રાજકીય નિવૃતિની જાહેરાત કરી શક્યા હોત. સામાન્ય રીતે ક્રિકેટરોમાં આ ચીજ જાઇ શકાય છે. ક્રિકેટરો પહેલા જ જાહેરાત કરી દે છે કે વિશ્વ કપ બાદ અથવા તો આ સીરિજ પછી નિવૃતિ લઇ લેશે. આના કારણે સમર્થકોમાં સાહનુભુતિ પણ મળે છે. અખબારોમાં લેખ પણ લખવામાં આવે છે. કહેવામાં આવે છે કે વર્ષ ૨૦૧૪માં ચૂંટણીમાં અડવાણીએ મોદીને પીએમ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવાનો જારદાર વિરોધ કર્યો હતો. જા તે જ વડાપ્રધાન બની જાય છે તો આપના માટે કેટલા સારા કામ કરશે. અડવાણી આ બાબત સમજી જવામાં થાપ ખાઇ ગયા હતા. અડવાણીને એ વખતે લાગ્યુ હશે કે પ્રણવ મુખર્જીની અવધિ બાદ દેશની સર્વોચ્ચ ખુરશી પર તેમને પહોંચાડી દેવા તેમના કેટલાક વફાદારો કામ કરશે. તેઓ અને તેમના સલાહકારો એ અંદાજ લગાવી દેવામાં ચુકી ગયા હતા કે પાર્ટીમાં સત્તા હવે આગામી પેઢીના હાથમાં આવી ગઇ છે. આ સત્તાના સંક્રમણના આ દોરની શરૂઆત હતી જ્યારે પાર્ટી અથવા તો ગઠબંધનની રાજનીતિ એક વ્યÂક્ત વિશેષની સામે નબળી દેખાઇ રહી હતી. ‘
ટુંકા ગાળામાં જ મોદીએ તેમનુ કદ એટલુ વધારી દીધુ કે તેમની સામે કોઇ વિરોધ કરવાના પ્રયાસ પણ કરી શકે તેમ નથી. તેઓ પાર્ટી જ જ નહીં બલ્કે દેશના સર્વમાન્ય નેતા બનતા ગયા છે.અડવાણીને તો એ વખતે જ વિચારી લેવાની જરૂર હતી જ્યારે રાષ્ટ્રપતિ ચૂંટણીના સમય પર મસ્જડિદ ધ્વંસ મામલાને ફરી ખોલી દેવામાં આવ્યો હતો. એવુ લાગી રહ્યુહતુ કે હવે કોઇ નિર્ણય આવી જશે. રાષ્ટ્રપતિ ચૂંટણી બાદ ફરી રાજકીય ગરમી શાંત થઇ ગઇ હતી. અડવાણી તેમના શિષ્યોની સાથે ફરી નજરે પડવા લાગી ગયા હતા. આ બાબતને લઇને કોઇ ઇન્કાર કરી શકે નહીં કે રથયાત્રાથી દેશમાં ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં અડવાણીએ જ માહોલ બનાવ્યો હતો. એ વખતે એક સાંપ્રદાયિક ચહેરાના કારણે તેઓ પીએમની ખુરશી માટે વાજપેયી કરતા પાછળ રહી ગયા હતા. નાયબ વડાપ્રધાન બનીને જ તેમની કેટલીક ઇચ્છા પૂર્ણ થઇ હતી. કેટલાક લોકો એમ પણ કહે છે કે કદાચ મોદીને શિ।ષ્ય સમજીને ગુરૂ અડવાણી તેમની પાછળ ઉભા રહ્યા ન હતા. સાથે સાથ બરોબરની સીટની ઇચ્છા રાખતા રહ્યાહતા.
જેમ કે ભારતીય સંસ્કૃતિમાં થાય છે. તેઓ કદાચ ભુલી ગયા કે ગુરૂ શિષ્યની વાત તો પોતાની જગ્યાએ છે. આજના પ્રોટોકોલમાં દેશમાં વડાપ્રધાન તરીકે મોદી છે. જ્યારે તેઓ પહોંચે છે ત્યારે તમામને ઉભા થવાની ફરજ પડશે. અડવાણીને ચૂંટણી પહેલા જ રાજકીય નિવૃતિ લેવાની જાહેરાત કરવાની જરૂર હતી. જા આવુ કર્યુ હોત તો અડવાણીને આટલી તકલીફ ન થઇ હોત. દિગ્ગજ કેટલા પણ હોય એક દિવસ તો તેને હથિયારો મુકીને પેવેલિયન જવાની જરૂર પડે છે. પરંતુ આ સમીકરણને બેસાડવામાં ભાજપના આ મહારથીથી મોટી ભુલ થઇ હતી.