પરિવારોને તોડી નાખે છે વ્યભિચાર, આ પ્રકારનાં કેસને ગંભીરતાથી લેવા જોઈએ : સુપ્રીમ કોર્ટ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે વ્યભિચાર એક દુઃખ પેદા કરે છે જેના કારણે પરિવારો અલગ પડી જાય છે. આ સંબંધિત કેસની સુનાવણીમાં સુપ્રીમે કહ્યું હતું કે આ પ્રકારનાં કેસને ગંભીરતાથી લેવા જોઈએ. તેની અવગણના ન કરવી જોઈએ. જસ્ટિસ કે એમ જોસેફની અધ્યક્ષતામાં એક બેન્ચે મૌખિક રૂપે કહ્યું હતું કે,”તમે વકીલો પણ એ દુઃખ અને ઘેરા દર્દથી પરિચિત છો જે વ્યાભિચારનાં કારણે એક પરિવારમાં પેદા થઇ શકે છે.

અમે હાઈકોર્ટનાં ન્યાયાધીશોનાં રૂપે અનેક સેશન્સ આયોજિત કર્યા છે જેમાં અમે જોયું છે કે કેવી રીતે વ્યભિચારનાં કારણે પરિવારો તૂટતાં હોય છે. અમે આ બાબતને અમારા સુધી સીમિત રાખવાનું વિચાર્યું પરંતુ તમને એટલા માટે જણાવી રહ્યા છીએ કે તમે એની અવગણનાં ન કરો. જો તમારી પાસે અનુભવ હશે તો તમે જાણતા જ હશો કે વ્યાભિચારનાં કારણે પરિવારોમાં શું શું થઇ શકે છે. આ બેન્ચમાં જસ્ટિસ અજય રસ્તોગી, જસ્ટિસ અનિરુદ્ધ બોસ, જસ્ટિસ ઋષિકેશ રોય, જસ્ટિસ સી.ટી. રવિકુમાર દ્વારા જસ્ટિસ કે એમ જોસેફની આ વાતને સમર્થન આપી આગળ વધારવામાં આવી હતી. આ અવલોકન દ્વારા કેન્દ્ર દ્વારા નોંધાવવામાં આવેલ એક આવેદનના ભાગરૂપે સામે આવ્યું હતું. જેમાં ૨૦૧૮ નાં એક કેસમાં ઇન્ડિયન પીનલ કોડ મુજબવ્યભિચારને ગુનાની શ્રેણીમાં રાખવામાં આવતા સ્પ્ષ્ટીકરણ માંગવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે સશસ્ત્ર દળો પર આ કાયદો લાગુ ન કરવો જોઈએ. કોર્ટે ૧૩ જાન્યુઆરી ૨૦૨૧ની નોટિસ જાહેર કરી હતી.

સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચે સપ્ટેમ્બર ૨૦૧૮માં જોસેફ શાઇન વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા કેસમાં IPC ની કલમ ૪૯૭ ને રદ્દ કરી દીધી હતી. આજની સુનાવણી દરમિયાન જસ્ટિસ જોસેફે એક દર્દનાક ઘટનાને પણ યાદ કરી હતી જે દિલ તોડી નાખે એવી દુઃખદ ઘટના ગણાવવામાં આવી હતી. જસ્ટિસ જોસેફે એ ઘટનાને યાદ કરતા કહ્યું હતું કે બે બાળકોની માતાએ વ્યભિચાર કર્યો હતો, તેણે હેબિયસ કોર્પસની માંગ કરી હતી કારણ કે તે બાળકો સાથે વાત કરવા માંગતી હતી અને તેના બે બાળકો ૧૩ અને ૧૧ વર્ષના હતા. તેમણે પોતાની માતા સાથે વાત કરવાની ના પડી દીધી હતી. જજ સાહેબે કહ્યું હતું કે, ”મેં મારા લેવલે તમામ પ્રયાસો કર્યા પરંતુ આ ઘટનાએ ખરેખર મારુ દિલ તોડી નાખ્યું હતું, આ જે પ્રકારની ઘૃણા અને દ્વેષ જગાડે છે એ તમામ વ્યભિચારના કારણે ઉદ્દભવે છે.

Share This Article