ભેળસેળના કારણે અનેક પ્રકારની આરોગ્યની સમસ્યાનો સામનો દેશના લોકો કરી રહ્યા છે. દર વર્ષે ભેળસેળ અને મિલાવટી ચીજ વસ્તુઓ ખાવાના કારણે ૪.૨૦ લાખ લોકોના મોત થઇ જાય છે. આરોગ્ય સાથે મિલાવટના કારણે ગંભીર ચેડા થઇ રહ્યા છે. વર્ષે ૪.૨૦ લાખ લોકોના મોતની સાથે સાથે દર વર્ષે ભેળસેળ અને પ્રદુષિત ચીજ વસ્તુઓ ખાવાના કારણે ૬૦ કરોડ લોકો બિમાર થઇ જાય છે. વર્ષ ૨૦૧૮-૧૯ના આંકડાની વાત કરવામા આવે તો આ ગાળામાં ૩૨.૭૫ કરોડ રૂપિયાની રકમ દંડ તરીકે વસુલ કરવામાં આવી છે. જે રકમ ખુબ ઓછી કહી શકાય છે.
સરકારી તંત્રની નિષ્ફળતાના કારણે જ વધુને વધુ ભેળસેળના કેસો સપાટી પર આવી રહ્યા છે. તંત્ર દ્વારા વારંવાર દંડની રકમ વસુલ કરીને આરોપીએને છોડી દેવામાં આવે છે. જેના કારણે આ દુષણને રોકવામાં સફળતા મળી રહી નથી. હાનિકારક અને નુકસાનકારક બેક્ટિરિયા વાયરસ અને અન્ય રીતે ૨૦૦થી વધારે બિમારી થાય છે. રસાયણિક ફુડ ચીજો ખાવાથી અનેક પ્રકારની ગંભીર આરોગ્યની સમસ્યા પણ ઉભી થઇ શકે છે. તે બાબતને ધ્યાનમાં રાખવાની જરૂર છે. દેશભરમાં હાલમાં ૨૫૦થી વધારે ફુડ ટેસ્ટિંગ લેબની સુવિધા રહેલી છે. ૧૧ ખાદ્ય તપાસ ચકાસણી પ્રયોગશાળા આવેલી છે.