ગુજરાત : સંગીતપ્રેમીઓ માટે આ ખુશનુમા મોસમ રોમેન્ટિક ધૂનોથી ભરપૂર બની રહેશે, કારણકે જાણીતી મ્યુઝિક અને એન્ટરટેઇનમેન્ટ બ્રાન્ડ આદિપ્રીત એન્ટરટેઈન્મેન્ટ્સ લઈને આવ્યા છે દિલને સ્પર્શી જાય એવું નવું ગીત “તેરે બિના અધૂરા હૂં મૈં”, જે 13મી ઓગસ્ટના રોજ લોન્ચ કરાયું છે. ક્રિએટિવિટી, પૅશન અને સિનેમેટિક પ્રેઝન્ટેશન માટે પ્રખ્યાત આ બ્રાન્ડ મ્યુઝિક લવર્સને અનોખો અનુભવ અપાવવાની તૈયારીમાં છે.
આ ગીત બે દિલોની અનકહી લાગણીઓ, તરસ અને સાથ વગરની અધૂરી અનુભૂતિને સુંદર રીતે વ્યક્ત કરે છે. મધુર સંગીત અને હ્રદયસ્પર્શી શબ્દો દરેકના દિલમાં જગ્યા બનાવી લેશે. સોન્ગના લિરિક્સ અને મ્યુઝિક આદિત્ય જાદવ દ્વારા રચાયા છે અને આદિપ્રીત ગ્રુપના વર્ચ્યુઅલ આર્ટિસ્ટ્સના મધુર અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ આ સોન્ગ દરેકના પ્લેલિસ્ટમાં સ્થાન મેળવશે.
આદિત્ય જાદવ જણાવે છે કે,”આ ગીત મારા દિલની ખૂબ નજીક છે. “તેરે બિના અધૂરા હૂં મૈં” એ દરેક માટે છે, જેને પોતાના પ્રેમ વગર અધૂરાપણું અનુભવ્યું છે.”
આ સોન્ગમાં સંગીતના દરેક સૂર પ્રેમની ભાવના સાથે ગુંથાઈને એક એવી માહોલિક દુનિયા ઉભી કરે છે, જ્યાં શ્રોતાને પોતાના પ્રેમની અનુભૂતિ થશે. આ સોન્ગનો મ્યુઝિક જેમાં વિઝ્યુઅલ્સ પ્રેમની લાગણીઓને વધુ જીવંત બનાવે છે. સોન્ગની દરેક ફ્રેમમાં રોમાંસ અને ઇમોશનનું મિશ્રણ દેખાઈ આવે છે, જે શ્રોતાને માત્ર સાંભળવા માટે મજબૂર કરે છે.
આ સોન્ગ યુટ્યુબ, સ્પોટીફાય, જિઓસાવન, એપલ મ્યુઝિક સહિત અનેક પ્લેટફોર્મ્સ પર રિલીઝ થશે. આ મ્યુઝિકલ જર્નીનો આનંદ માણવા માટે યુટ્યુબ પર https://youtu.be/roH2DTXqffc જરૂર મુલાકાત લો.લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.