અડાઈન ટેક્નોલોજીસે ફેન્ટસી સ્પોર્ટસ મોબાઈલ એપ ‘YU11’ લોન્ચ કરી

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

અમદાવાદ સ્થિત અગ્રણી ટેક્નોલોજી કંપની અડાઈન ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમિટેડે તેમની નવીનતમ ફેન્ટસી સ્પોર્ટ્સ મોબાઇલ એપ્લિકેશન YU11 લૉન્ચ કરવાની જાહેરાત કરવા ઉત્સાહિત છે. ઈનોવેટિવ ફેન્ટસી સ્પોર્ટસ એપનો ઉદ્દેશ રમતગમતના શોખીનોને રોમાંચક અનુભવ પ્રદાન કરવાનો છે, જેથી તેઓ તેમની ડ્રીમ ટીમ બનાવી શકે અને વિવિધ લોકપ્રિય ગેમ્સ લીગમાં એક બીજા સાથે સ્પર્ધા કરી શકે. આ લોન્ચમાં સ્ટાર પાવરને ઉમેરવા માટે અડાઈન ટેક્નોલોજીસે લોકપ્રિય બોલિવૂડ એક્ટર તનુજ વિરવાનીને YU11 ફેન્ટસી સ્પોર્ટ્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે.

YU11 ફેન્ટસી સ્પોર્ટ્સ એપ યૂઝર્સને રમતગમતનું જ્ઞાન અને કૌશલ્ય પ્રદર્શિત કરવા માટે એક અનોખું અને આકર્ષક પ્લેટફોર્મ આપી રહ્યું છે. ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટબોલ સહિતની અનેક સ્પોર્ટસ લીગની વિશાળ શ્રેણીની પસંદગી ઉપરાંત રીયલ લાઈફ ખેલાડીઓની પસંદગી કરીને પોતાની ટીમ બનાવી શકે છે અને વાસ્તવિક મેચોમાં તેમના પ્રદર્શનના આધારે પોઈન્ટ કમાઈ શકે છે. આ એપ યુઝર્સને રીયલ-ટાઈમ અપડેટ્સ, લાઈવ સ્કોર્સ, પ્લેટર્સના આંકડા સાથે એક એવું ઈન્ટરફેસ આપે છે કે જે ગેમિંગના અનુભવ એક અલગ જ લેવલ પર લઈ જાય છે.

અડાઈન ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર મનોજ ખિંચીએ જણાવ્યું છે કે, “અમે YU11 ફૅન્ટેસી સ્પોર્ટ્સ એપ લૉન્ચ કરવા અને સમગ્ર ભારતમાં રમતગમતના ચાહકો માટે રોમાંચક કાલ્પનિક ગેમિંગનો અનુભવ લાવવા માટે રોમાંચિત છીએ. અમારો ઉદ્દેશ્ય યુઝર્સને તેમની રમતગમતની કુશળતાને બહાર લાવવા, મિત્રો અને સાથી ઉત્સાહીઓ સાથે સ્પર્ધા કરવા અને આકર્ષક પુરસ્કારો જીતવા માટે પ્લેટફોર્મ પ્રદાન કરવાનો છે. YU11 ફેન્ટસી સ્પોર્ટ્સ સાથે અમે રમતપ્રેમીઓનો એક જીવંત સમુદાય બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ, જેઓ મૈત્રીપૂર્ણ સ્પર્ધામાં ભાગ લઈ શકે અને તેમની મનપસંદ રમતો સાથે જોડાયેલા રહી શકે.”

અડાઈન ટેક્નોલોજીસનો ઉદ્દેશ્ય યુઝર-ફ્રેન્ડલી અને ફીચર-સમૃદ્ધ એપ પ્રદાન કરીને ફેન્ટસી ગેમસના ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાનો છે. YU11 ફેન્ટસી સ્પોર્ટ્સ એપ એક એવું ઈન્ટરફેસ આપી રહ્યું છે, જે નવા યુઝર્સ અને અનુભવી યુઝર્સ બંનેને ખુબ સરળતા સાથે તેનો આનંદ મેળવી શકે છે. એપમાં ડેઈલી કોન્ટેસ્ટ, હેડ-ટુ-હેડ કોન્ટેસ્ટ અને લીગ ટુર્નામેન્ટ સહિતના વિવિધ ગેમ ફોર્મેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે સુનિશ્ચિત કરવામાં આવે છે કે યુઝર્સ પાસે ગેમ્સની પસંદગી અને રમવા માટે અનેક વિકલ્પો મળી રહે.

લોન્ચના ઉત્સાહને વધારતા અડાઈન ટેક્નોલોજીસે YU11 ફેન્ટસી સ્પોર્ટ્સ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લોકપ્રિય બોલીવૂડ એક્ટક તનુજ વિરવાની સાથે ભાગીદારી કરી છે. તેઓ પોતાના બહુમુખી અભિનય કૌશલ્ય માટે જાણીતા છે. તેમણે એમેઝોન ઓરિજનલ સિરીઝ ‘ઈનસાઈડ એજ’, જેનિફ વિંગેટ સાથે અલ્ટ બાલાજીની ‘કોડ એમ’ અને ZEE5ના અત્યંત સફળ શો ‘પોઈઝન’ જેવા અગ્રણી પ્રોજેક્ટમાં મહત્વની ભૂમિકા ભજવીને લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. એક રમતગમતના ઉત્સાહી તરીકે તનુજ વિરવાની YU11 ફેન્ટસી સ્પોર્ટ્સના જુસ્સા અને ભાવના સાથે અનુરૂપ છે અને તેઓ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એક આદર્શ પસંદગી છે.

બ્રાન્ડ એબેસેડર તનુજ વિરવાનીએ જણાવ્યું હતું કે, ”YU11 ફેન્ટસી સ્પોર્ટ્સ અને અડાઈન ટેક્નૉલૉજીસ સાથે જોડાઈને મને આનંદ થાય છે. ફેન્ટસી ગેમ્સ રમતગમત સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ બની ગઈ છે, જે યુઝર્સને તેમને ગમતી ગેમ્સમાં સક્રિયપણે ભાગ લેવાની તક આપે છે. YU11 ફેન્ટસી સ્પોર્ટ્સ એક ખાસ અનુભવ પ્રદાન કરવાનું વચન આપે છે અને હું આ પ્રવાસનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. હું આ પ્લેટફોર્મ દ્વારા યુઝર્સ સાથે જોડાવવા અને રમત પ્રત્યેના મારા પોતાના જુસ્સાને શેર કરવા માટે આતુર છું”

તનુજ વિરવાની ઉપરાંત સિંગર જાવેદ મોહસીન, બોલિવૂડ સ્ટાર મનદીપ મણિ, સિંગર પ્રિયંકિત જયસ્વાલ પણ આ ભવ્ય લોન્ચનો ભાગ બન્યા હતા. આ ઇવેન્ટનું સંચાલન થ્રી ફેક્ટર ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું.

YU11 ફૅન્ટેસી સ્પોર્ટ્સ 16 જુલાઈ, 2023 થી Android અને iOS બંને પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ થશે. આ સાથે યુઝર્સ YU11 ફૅન્ટેસી સ્પોર્ટ્સ એપ ઓફિશિયલ વેબસાઈટ અથવા સંબંધિત એપ સ્ટોર્સ પરથી ડાઉનલોડ કરી શકે છે અને તેમની ફેન્ટસી સ્પોર્ટસની સફર શરૂ કરી શકે છે. લોન્ચની ઉજવણી માટે અડાઈન ટેક્નોલોજીસ શરૂઆતના યુઝર્સ માટે આકર્ષક પ્રમોશનલ ઓફર્સ અને રીવોર્ડ પણ ઓફર કરી રહી છે.

Share This Article