મોદીનુ નમો એપ મારફતે કાર્યકરોને સંબોધન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નપો એપ મારફતે વારાણસીમાં ભાજપના કાર્યકરોને સંબોધન કર્યુ હતુ. મોદીના વારાણસી કાર્યકરોને ત્રીજી વખત સંબોધન કર્યુ હતુ. આ ઉપરાંત મોદીએ જુદા જુદા મોરચા, પ્રકલ્પ અને વિભાગના હોદ્દેદારો સાથે વાતચીત કરી હતી. સોશિયલ મિડિયાના સ્વેચ્છિક કાર્યકરો સાથે   પણ વાત કરી હતી. આજે તેમના સંબોધનમાં મોદીએ ટીમ વારાણસીના સમન્વય પર ભાર મુકયો હતો. સાથે સાથે સાંસદ ફિડબેક લીધા હતા. મોદીએ ફેક ન્યુઝ અને વાયરલ થતી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો.

મોદીએ કહ્યુ હતુ કે તેઓ કેટલીક વખત હેરાન થઇ જાય છે. પહેલા લોકોની વચ્ચે બોલાચાલી થઇ જતી હતી પરંતુ કોઇને ખબર પડતી ન હતી. હવે સોસાયટીના બે લોકો વચ્ચે પણ જા બોલાચાલી થઇ જાય છે તો સોશિયલ મિડિયા પર અપલોડ થઇ જાય છે. આની સાથે જ નેશનલ ન્યુઝ બની જાય છે. તેમણે કહ્યુ હતુ કે ક્યારેક ક્યારેક લોકો તેમની મર્યાદા ભુલી  જાય છે. આ બાબત સાચી છે કે કેમ તેની તરફ ધ્યાન આપતા નથી. એવા શબ્દોનો ઉપયોગ કરી નાંખે છે જે ખુબ અશોભનીય હોય છે. મહિલાઓને પણ છોડતા નથી.

મોદીએ સોશિયલ મિડિયાનો ઉપયોગ પોઝિટીવ બાબતો માટે કરવા તમામને અપીલ કરી હતી. આને કોઇ પાર્ટી સાથે જાડવાની જરૂર હોવી જાઇએ નહી. સ્વચ્છતા અભિયાન અમારી દિમાગી સ્વચ્છતા સાથે પણ સંબંધિત છે. મોદીએ ગઇકાલે વારાણસીના મંડળ સ્તરના હોદ્દેદારો સાથે વાતચીત કરી હતી. ભાજપે લોકસભા ચૂંટણી માટેની તૈયારી શરૂ કરી દીધી છે. પોતાના સંસદીય ક્ષેત્રની સ્થિતી અંગે પણ માહિતી મેળવી હતી. તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં છેલ્લા ચાર વર્ષોમાં કેટલા ફેરફાર થયા છે તે બાબત જાણવાના પ્રયાસ મોદીએ કર્યા હતા.મોદીએ કેટલીક ટિપ્સ આપી હતી.

Share This Article