અમદાવાદ: અદાણી સ્પોર્ટ્સલાઈન સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે તાલિમ મેળવતી યુવા ટેનિસ સ્ટાર એન્જલ મોરેરાની CISCE નેશનલ ગેમ્સ 2024 માટે પસંદગી કરવામાં આવી છે. એન્જલ ગર્લ્સ અંડર-19 કેટેગરીમાં ભાગ લેશે. આ ઈવેન્ટ કોલકાતા ખાતે 30 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર 2024 દરમિયાન યોજાશે.
એન્જલની આ રાષ્ટ્રીય કક્ષા માટે પસંદગી થવી એ તેની શાનદાર સ્કિલ્સ અને સમર્પણ દેખાડે છે, આ ઉપરાંત અદાણી સ્પોર્ટ્સલાઈન ટેનિસ એકેડમી ખાતે અપાતી વર્લ્ડ ક્લાસ ટ્રેનિંગનું પરિણામ પણ દર્શાવે છે. આ એન્જલના આગળ વધી રહેલ ટેનિસ કરિયરમાં મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ હોવાની સાથે એકેડમીની યંગ ટેલેન્ટને ભારતમાં તૈયાર કરવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
એન્જલ મોરેરા એ પોતાની પસંદગી મુદ્દે વાત કરતા કહ્યું કે,”CISCE નેશનલ ગેમ્સ 2024 માટે પસંદગી થવી એ મારી માટે ગર્વની વાત છે. આ મારી માટે સ્વપ્ન પૂર્ણ થવા સમાન છે, આ સાથે જ મારી વર્ષોની મહેનત અને સમર્પણનું પરિણામ છે. હું અદાણી સ્પોર્ટ્સલાઈન એકેડમી તરફથી મળેલ તાલિમ અને સમર્થનની આભારી છું. જેણે મારા ખેલાડી તરીકેના કરિયરને ઓપ આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. હું કોલકાતામાં એકેડમીનું પ્રતિનિધિત્ત્વ કરતા શ્રેષ્ઠ પ્રદર્શન કરવા આતુર છું.”
આ મામલે અદાણી સ્પોર્ટ્સલાઈનના ચીફ બિઝનેસ ઓફિસર સંજય અદેસરાએ કહ્યું કે,”CISCE નેશનલ ગેમ્સ 2024માં એન્જલ મોરેરાને અદાણી સ્પોર્ટ્સલાઈનનું પ્રતિનિધિત્ત્વ કરતા જોઈ રોમાંચ અનુભવીએ છીએ. તેની પસંદગી અમારી સંસ્થા માટે ગર્વની ક્ષણ હોવાની સાથે અમારા ભારતમાં ગ્રાસરુટ સ્તરે રમતના વિકાસના પ્રયાસોને મજબૂતી આપે છે. અમે એન્જલને આગામી સ્પર્ધા માટે શુભકામના પાઠવીએ છીએ અને આશા છે તે અમને વધુ ગર્વની ક્ષણો આપશે.”
CISCE નેશનલ ગેમ્સ એ યુવા અને પ્રતિભાવાન ખેલાડીઓને શાળાકીય સ્તરે પોતાની સ્કિલ્સ દર્શાવવાની તક આપતું પ્લેટફોર્મ છે. એન્જલની આ ઈવેન્ટમાં ભાગીદારી એ માત્ર તેના વ્યક્તિગત પ્રયાસને દર્શાવવાની સાથોસાથ અદાણી સ્પોર્ટ્સલાઈનના ભારતમાં યુવા ખેલાડીઓને પૂરતું પ્લેટફોર્મ આપવા અને ઝળકવા માટેની તક આપવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.