નવીદિલ્હી : એરપોર્ટ સેક્ટરમાં એન્ટ્રી કરીને ગૌત્તમ અદાણીના નેતૃત્વમાં અદાણી એન્ટરપ્રાઇઝે છ એરપોર્ટ પૈકીના પાંચમાં બીડ મેળવી લીધા છે જેમાં અમદાવાદ, જયપુર, મેંગ્લોર, ત્રિવેન્દ્રમ અને લખનૌ એરપોર્ટનો સમાવેશ થાય છે. અદાણીએ આના માટે હાઈએસ્ટ બીડર તરીકે એન્ટ્રી કર હતી. અદાણી ગ્રુપ છેલ્લા ઘણા સમયથી આક્રમક બીડ મારફતે એરપોર્ટમાં એન્ટ્રી કરવા ઇચ્છુક હતા. દાખલા તરીકે અમદાવાદ એરપોર્ટ માટે અદાણીએ ઉલ્લેખનીય રીતે સફળતા હાંસલ કરી લીધી છે. પાંચ એરપોર્ટ માટે અદાણી ગ્રુપ હાઈએસ્ટ બીડર તરીકે રહ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે, એરપોર્ટ સેક્ટરમાં અદાણી જેવા ગ્રુપની એન્ટ્રીની સાથે જ આ સેક્ટરમાં સ્પર્ધાના નવા યુગની શરૂઆત થઇ છે. હજુ સુધી જીએમઆર અને જીવીકે ગ્રુપની જ બોલબાલા હતી.
વિયેતનામમાં Škoda કુશાક અને સ્લેવિયાનું એસેમ્બલીંગ કરવાના પ્લાન્ટનો પ્રારંભ
મ્લાડા બોલેસ્લાવ : Škoda ઓટો અને પ્રાદેશિક ભાગીદાર અને રોકાણકાર થાન્હ કોંગ ગ્રુપ દ્વારા Škoda સ્લેવિયા અને કુશાક કારની એસેમ્બલી...
Read more