અદાણી દંપતી કોઈપણ પક્ષમાંથી ચૂંટણી નહિ લડે કર્યો ખુલાસો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

રાજ્યસભાની ચુંટણી લડી રહ્યા છે અદાણી દંપતી તે ખોટા સમાચાર છે

ગૌતમ અદાણી હવે દુનિયાના ટોચના અમીરોમાં સામેલ થઈ ગયા છે. ગત કેટલાક દિવસોથી તેમના રાજકારણમાં જાેડાવાને લઈને ચર્ચા ઉઠી હતી. ચર્ચા ઉઠી હતી કે, ગૌતમ અદાણી કે તેમના પત્ની ડો.પ્રીતિ અદાણીને રાજ્યસભાના સાંસદ બનાવી શકાય છે. આ ચર્ચા પર અદાણી ગ્રૂપે સ્પષ્ટતા કરી છે.

અદાણી ગ્રૂપ દ્વારા સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યુ કે, અદાણી પરિવારના કોઈ પણ પણ સદસ્યને રાજકારણમાં કોઈ રસ નથી. ગૌતમ અદાણી અને ડો. પ્રીતિ અદાણીના રાજ્યસભાના સમાચાર મામલે જે ચર્ચા ફેલાઈ છે, તે સંપૂર્ણ રીતે ખોટી છે. આ સમાચારમાં કોઈ તથ્ય નતી. ગૌતમ અદાણી અને ડો.પ્રીતિ અદાણી અને પરિવારના કોઈ પણ સદસ્ય કોઈ પણ રાજકીય પાર્ટી જાેડાવા નથી જઈ રહ્યાં. આ સમાચાર ખોટા છે.

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી ૨૫ એપ્રિલના રોજ જાહેર થયેલ દુનિયાના સૌથી અમીર લોકોની ફોર્બ્સના લિસ્ટમાં પાંચમા સ્થાન પર પહોંચી ગયા છે. અદાણી ગ્રૂપની કુલ નેટવર્થ ૧૨.૩૧ અરબ ડોલર આંકવામા આવી છે. તેમણે વોરેન બફેટને પાછળ છોડીને આ સ્થાન મેળવ્યુ છે. બફેટ ૧૨૧.૭ અરબ ડોલરની કુલ અુમાનિત નેટવર્થની સાથે છઠ્ઠા સ્થાન પર સરકી ગયા હતા.

ગૌતમ અદાણી અને પ્રીતિ અદાણી રાજ્યસભાની ચૂંટણી નહિ લડે. અદાણી ગ્રુપે સ્ટેટમેન્ટ જાહેર કરી આ મામલે ખુલાસો કર્યો છે. અદાણી પરિવારમાંથી કોઈ રાજકીય પાર્ટીમાં જાેડાવા માંગતા નથી તેવુ કહેવાયુ છે. આમ, ગૌતમ અદાણી, પ્રીતિ અદાણી રાજ્યસભામાં જવાની અટકળો પર પૂર્ણ વિરામ મૂકાયુ છે.

Share This Article