અભિનેત્રી તારા સુતારિયાએ લીલા રંગના શર્ટમાં ગ્લેમરસ પોઝ આપ્યા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

તારા સુતારિયા હાલમાં ફિલ્મ ‘હીરોપંતી ૨’ની સફળતાનો આનંદ માણી રહી છે. આ સાથે તે ફિલ્મના પ્રમોશનમાં પણ વ્યસ્ત છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.

તેણે હાલમાં જ તેની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં તારાનો સ્વેગ જાેવા મળી રહ્યો છે આ તસવીરોમાં તારા સુતરિયા ખૂબ જ ગ્લેમરસ અને કલરફુલ લાગી રહી છે.

આ તસવીરોમાં તારા નિયોન ગ્રીન કલરના આઉટફિટમાં જાેઈ શકાય છે. તારા સુતરિયાએ મેચિંગ શોર્ટ્‌સ સાથે ઓવરસાઇઝ શર્ટને પેયર કર્યુ છે. તેણે તેના હાથમાં એક ખૂબ જ નાની હેન્ડબેગ પકડેલી છે તારા સુતારિયાએ ઓવરસાઈઝ શર્ટનું માત્ર એક બટન બંધ રાખ્યું છે.

તેણે સફેદ ફ્રેમવાળા ચશ્મા પહેર્યા છે. આમાં તે ખૂબ જ આકર્ષક અદાઓ દેખાડી રહી છે. તારા સુતારિયા તેની કારકિર્દીના એવા તબક્કે છે જ્યાં તે જે પણ કરે છે તે ખૂબ જ હિટ થઇ જાય છે.

તારા સુતારિયા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય યુવા અભિનેત્રીઓમાંની એક છે. તેણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં શાનદાર પર્ફોર્મન્સ આપ્યું છે, તેથી તેની ફેન ફોલોઈંગ ઘણી મોટી છે. તારા સુતારિયાએ તેના વાળ વાંકડિયા કર્યા છે. અને વ્હાઈટ કલરની પોઈન્ટેડ હીલ્સ સાથે તેનો લુક પૂર્ણ કર્યો.

Share This Article