તનુશ્રી દત્તા મહાકાલના દર્શન કરવા જતા અકસ્માતનો ભોગ બની હતી. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર અકસ્માત વિશે જણાવ્યું છે.
તનુશ્રી દત્તાએ ઈન્સ્ટાગ્રામ પર મંદિર-દર્શનની તસવીરો શેર કરી છે અને અકસ્માતનું કારણ પણ જણાવ્યું છે. તનુશ્રીએ જણાવ્યું કે કારની બ્રેક ફેલ થઇ જતાં તે અકસ્માતનો શિકાર બની હતી.
તનુશ્રી દત્તાએ ફોટા સાથે કેપ્શનમાં લખ્યું, ‘આજનો દિવસ એડવેન્ચરેસ રહ્યો!! અંતે, મહાકાલના દર્શન માટે પહોંચી. મંદિર જવાના રસ્તે એક વિચિત્ર અકસ્માત થયો. બ્રેક ફેઈલ થયા બાદ કાર અથડાઈ હતી.
બસ થોડા ટાંકા…જય શ્રી મહાકાલ!’ તનુશ્રીએ તેના પગની ઈજાની તસવીર પણ શેર કરી છે. ફોટા પરથી સ્પષ્ટ થાય છે કે અભિનેત્રીને ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ છે. તનુશ્રીના ચાહકો અને નજીકના લોકો તેના માટે ચિંતિત થયા.
તેઓ ટિપ્પણી કરી રહ્યા છે અને અભિનેત્રીના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી રહ્યા છે.