અભિનેત્રી સ્વરા ભાસ્કરને જાનથી મારી નાંખવાની ધમકી મળી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અભિનેત્રી સ્વરા ભાસ્કરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સ્વરા ભાસ્કરને આ ધમકી એક પત્રના માધ્યમથી મળી છે. ધમકી મળ્યા બાદ મુંબઇ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. આ જાણકારી એક અધિકારીએ બુધવારના આપી છે. અધિકારીએ કહ્યું કે, પત્ર અભિનેત્રીના વર્સોવા સ્થિત આવાસ પર મોકલવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, પત્ર મળ્યા બાદ સ્વરા ભાસ્કરે બે દિવસ પહેલા વર્સોવા પોલીસ સ્ટેશનમાં સંપર્ક કર્યો અને અજ્ઞાત લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે અમે અજ્ઞાત વ્યક્તિઓ સામે એક નોન-કોગ્નીઝેબલ ગુનો નોંધ્યો છે. તેમણે કહ્યું તપાસ ચાલી રહી છે. હિન્દીમાં લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે દેશના યુવા વીર સાવરકરનું અપમાન સહન કરશે નહીં.

Share This Article