અભિનેત્રી સારા અલીખાને કાશ્મીર વેકેશનની તસ્વીરો શેર કરી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કાશ્મીર: બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન ભાઈ ઇબ્રાહીમ ખાન તથા મિત્રો સાથે કાશ્મીર ફરવા ગઇ હતી. સોશિયલ મીડિયામાં સારાએ કાશ્મીર વેકેશનની કેટલીય તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ગુલમર્ગની સુંદરતા જાેઇ શકાય છે. આટલું જ નહીં સારાએ માઇનસ ૨ ડિગ્રીમાં સ્વિમિંગ પણ કર્યું હતું. સારાના સ્કિ ડાઇવિંગ કરતા ફોટોઝ પણ વાઇરલ કરાયા છે. તેનો ભાઇ ઇબ્રાહીમ અલી ખાન સારાનો કેટલો સારો મિત્ર છે તે પણ આ ફોટોઝમાં જાેઇ શકાય છે. સારા અને ઇબ્રાહીમ હંમેશાં એક સાથે ઘણી નવી જગ્યાઓને એક્સ્પ્લોર કરી એન્જાેય કરતા જાેવા મળે છે. સૈફ અલી ખાન તથા અમૃતા સિંહનાં સંતાનો સારા અને ઇબ્રાહીમ છે. સારાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે આનંદ એલ. રાયની ફિલ્મ અતરંગી રેમાં ધનુષ તથા અક્ષયકુમાર સાથે જાેવા મળી હતી. કાશ્મીર જતા પહેલાં સારાએ વિકી કૌશલ સાથે મધ્યપ્રદેશમાં શૂટિંગ કર્યું હતું. આ ફિલ્મ લુકા છૂપી ૨ હોવાની માનવામાં આવે છે. લુકા છૂપી ૨૦૧૯માં રિલીઝ થયેલી ક્રીતિ સેનન તથા ર્કાતિક આર્યનની ફિલ્મની સિક્વલ છે.

Share This Article