અભિનેત્રી રાખી સાવંતે મા બનવાની ઈચ્છા વ્યક્ત કરી

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

એક્ટિંગ ઈન્ડસ્ટ્રીની ડ્રામા ક્વીન રાખી સાવંત કોઈને કોઈ કારણથી ચર્ચામાં રહે છે. પૂર્વ પતિ રિતેશ સિંહથી અલગ થયા બાદ તે દુબઈના બિઝનેસમેન આદિલ ખાન દુરાનીને ડેટ કરી રહી છે. બંને અવારનવાર ફોટોગ્રાફર્સના કેમેરામાં કેદ થતાં રહે છે અને મજેદાર વાતોથી મનોરંજન પૂરું પાડતા રહે છે. રાખી સાવંતે હવે મા બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. વાત એમ છે કે, મંગળવારે તે બોયફ્રેન્ડ સાથે મુંબઈના એક ક્લિનિક બહાર જોવા મળી હતી. આ દરમિયાન ફોટોગ્રાફર્સે તેને આલિયા ભટ્ટે આપેલી ખુશખબરી વિશે પૂછ્યું ત્યારે તેણે તરત જ કહ્યું હતું ‘હું ક્યારે પ્રેગ્નેન્ટ થઈશ?’. રાખી સાવંતે કહ્યું હતું ‘મારા જીવનમાં તે ખુશખબરી ક્યારે આવશે? લગ્ન પહેલા આવે તો પણ ચિંતાની વાત નથી…જે દિવસે ખુશખબરી મળશે તેના બીજા જ દિવસે લગ્ન કરી લઈશ. તેવું પણ આજ કાલ થાય જ છે ને. પરંતુ તે ગુનો છે, ભગવાનની વિરુદ્ધ છે…બાપ રે, નહીં બાબા! હું મસીહાને જન્મ આપીશ, જે બધાને સીધા માર્ગ પર ચાલવાનું શીખવશે’.

રાખી સાવંતે બાદમાં ભગવાનને પ્રાર્થના કરી હતી અને તે એક સારી છોકરી હોવાનું કહ્યું હતું. તેણે ફોટોગ્રાફર્સને તેને ‘રાખી મા’ કહીને સંબોધવા કહ્યું હતું. ત્યારબાદ તેણે કહ્યું હતું ‘હવે હું જાઉં? મારો બોયફ્રેન્ડ મારી રાહ જોઈ રહ્યો છે. જુઓ તે ત્યાં તડપી રહ્યો છે’. રાખી સાવંતે કારમાં બેસતા પહેલા ફેન્સ સાથે સેલ્ફી ક્લિક કરાવી હતી ‘રાખી માકી જય’ બોલવા માટે કહ્યું હતું. જણાવી દઈએ કે, રાખી સાવંત અને આદિલ ખાન લિવ-ઈનમાં રહે છે. ઈન્ટરવ્યૂમાં તેણે આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું હતું ‘હા, હું અને આદિલ સાથે છીએ અને એકસાથે રહીએ છીએ. આદિલ ખૂબ જલ્દી મુંબઈમાં શિફ્ટ થઈ જશે. દુબઈ ટ્રિપ બાદ અમે સાથે રહેવાનું શરૂ કરી દીધું છે’. રાખી સાવંતને જ્યારે આદિલ સાથેના વેડિંગ પ્લાન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું ‘તે આદિલ પર છે. એમ પણ મેં એકવાર લગ્ન કર્યા ને, શું કરી લીધું? લગ્ન વગર અમે ખુશ છીએ, અમે સાથે છીએ અને બધું સારું થઈ રહ્યું છે. હવે, અમે સાથે કામ કરીશું અને અમારો બિઝનેસ ચલાવીશું. તેને કાર બિઝનેસ છે, જે તે મુંબઈમાં વધારવાનું પ્લાન કરી રહ્યો છે’.

Share This Article