એક્ટર વિજય દેવરાકોંડાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પાઠવવામાં આવ્યા સમન્સ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

દક્ષિણના પ્રખ્યાત સ્ટાર એક્ટર વિજય દેવરાકોંડાને બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા છે. મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા તેમને સમન્સ મોકલવામાં આવ્યા છે. આ પહેલા ફિલ્મના નિર્દેશક પુરી જગન્નાથ અને ચાર્મી કૌરને પણ સમન્સ મોકલવામાં આવ્યા હતા. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, EDને ફરિયાદ મળી હતી કે ફિલ્મમાં હવાલાના નાણાં સહિત વિદેશી ભંડોળનું રોકાણ કરવામાં આવ્યું હતું. આ કેસમાં પુરી જગન્નાથ અને ચાર્મીને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. ‘લિગર’ ૨૫ ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને તે લગભગ ૧૨૫ કરોડના બજેટમાં બની હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી.

ફિલ્મ ‘લિગર’માં વિજય દેવેરાકોંડાની સાથે અનન્યા પાંડે અને રામ્યા કૃષ્ણન જેવા સ્ટાર્સ લીડ રોલમાં હતા. તેનું પ્રમોશન પણ ઉચ્ચ સ્તરે કરવામાં આવ્યું હતું. પરંતુ તે બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ હતી. સૂત્રોના હવાલાથી આઈએએનએસના જણાવ્યા અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે વિજય દેવરકોંડાથી ફિલ્મ માટે કરવામાં આવેલા રોકાણ અને તેની ટીમને આપવામાં આવેલા પૈસા અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પહેલા EDના અધિકારીઓએ ૧૭ નવેમ્બરે ફિલ્મ નિર્દેશક પુરી જગન્નાથ અને અભિનેત્રીમાંથી નિર્માતા બનેલી ચાર્મી કૌરની પણ પૂછપરછ કરી હતી. વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે અભિનીત આ ફિલ્મનું મેગા શૂટિંગ લાસ વેગાસમાં થયું હતું. આ ફિલ્મમાં માઈક ટાયસને કેમિયો પણ કર્યો હતો. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ બતાવી શકી ન હતી અને ફ્લોપ રહી હતી. ત્યાં સુધી કે ફિલ્મનું પ્રમોશન મોટા સ્તર પર કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસના નેતા બક્કા જડસને ફિલ્મમાં શંકાસ્પદ રોકાણ અંગે ફરિયાદ નોંધાવ્યા બાદ EDએ તપાસ શરૂ કરી છે. બેકા જડસને ફરિયાદ કરી હતી કે રાજકારણીઓએ પણ ‘લિગર’માં પૈસા રોક્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે રોકાણકારોને તેમના કાળા નાણાને સફેદમાં રૂપાંતરિત કરવાનો આ સૌથી સહેલો રસ્તો લાગ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ED અધિકારીઓએ નિર્દેશક અને નિર્માતાની આ આરોપ અંગે પૂછપરછ કરી હતી કે ફેમાનું ઉલ્લંઘન કરીને ફિલ્મ બનાવવા માટે વિદેશમાંથી કથિત રીતે કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. તપાસ એજન્સીને શંકા છે કે ઘણી કંપનીઓએ ફિલ્મ નિર્માતાઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. તેમને કોણે પૈસા મોકલ્યા હતા અને માઈક ટાયસન અને ટેકનિકલ ટીમ સહિત વિદેશી કલાકારોને કેવી રીતે ચૂકવણી કરવામાં આવી હતી તેની વિગતો આપવા કહેવામાં આવ્યું હતું.

Share This Article