રોહિત શેટ્ટીની ગોલમાલ ફ્રેન્ચાઇઝી અને શાહરૂખ ખાનની ઓમ શાંતિ ઓમ સહિત ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા શ્રેયસ તલપડે વિશે એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. તે શૂટિંગ કરી રહ્યો હતો. શૂટિંગ પૂરું કર્યા પછી તે ઘરે ગયો, ત્યારબાદ તેને હાર્ટ એટેક આવ્યો. જે બાદ તેને મુંબઈની બેલેવ્યુ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, તે હાલમાં ઓબ્ઝર્વેશન હેઠળ છે અને તેની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે દેખરેખ હેઠળ છે, જાેકે મામલો બહુ ગંભીર નથી.. સૂત્ર પાસેથી મળેલી માહિતી મુજબ તે આગામી ફિલ્મ વેલકમ ટુ ધ જંગલનું શૂટિંગ કરી રહ્યો હતો. તેણે આખો દિવસ ફિલ્મનું શૂટિંગ કર્યું. તે સેટ પર પણ મજાક કરતો રહ્યો. તેણે એક્શન સીન પણ શૂટ કર્યા હતા. આખો દિવસ શૂટિંગ કર્યા પછી જ્યારે તે ઘરે ગયો ત્યારે તેની તબિયત સારી ન હતી, જેના પછી તેની પત્ની તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ. આપને જણાવી દઈએ કે વેલકમ ટુ ધ જંગલ વેલકમ ફ્રેન્ચાઈઝીનો ત્રીજાે ભાગ છે, જેની નિર્માતાઓએ થોડા મહિના પહેલા જાહેરાત કરી હતી.. આ ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં છે. હાલમાં જ અક્ષયે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. શ્રેયસ પણ શૂટિંગનો એક ભાગ છે. જાે કે હવે તેની સાથે આવો કિસ્સો સામે આવ્યો છે જે આશ્ચર્યજનક છે. પરેશ રાવલ, સંજય દત્ત, સુનીલ શેટ્ટી, અરશદ વારસી, દિશા પટણી, જેકલીન ફનાર્ન્ડિસ અને રવિના ટંડન પણ આ ફિલ્મનો ભાગ છે. આ ફિલ્મ ૨૦ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જ્યોતિ દેશપાંડે અને ફિરોઝ નડિયાદવાલા તેને પ્રોડ્યુસ કરી રહ્યા છે, જ્યારે અહેમદ ખાન આ ફિલ્મના ડિરેક્ટર છે.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more