દર્શકોએ શ્યામ બેનેગલની ટીવી શ્રેણી ‘ભારત એક ખોજ’માં સલીમ ગૌસને ટીપુ સુલતાનની ભૂમિકા ભજવતા જાેયા છે.
સલીમ ગૌસનું આજે ૨૮ એપ્રિલે ૭૦ વર્ષની વયે નિધન થયું હતું. તેમણે આજે સવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. અભિનેતાની પત્ની અનિતા સલીમે આ સમાચારની પુષ્ટિ કરી છે.
સલીમ ગૌસ કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. બુધવારે રાત્રે તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ થઈ હતી. “અમે તેમને ગઈકાલે રાત્રે કોકિલાબેન હોસ્પિટલમાં લઈ ગયા અને આજે સવારે તેનું નિધન થયું,” તેમણે કહ્યું. તેમને દુઃખ વ્યક્ત કરવા પર નફરત હતી અને ઈચ્છતા હતા કે જીવન ચાલતુ રહેવું જાેઈએ.
અનીતા સલીમે વધુમાં કહ્યું કે, ‘તેમને દુઃખ સહન કરવું પડ્યું નથી, તેઓ કોઈના પર ર્નિભર રહેવું પસંદ કરતા ન હતા. તે ખૂબ જ સ્વાભિમાની વ્યક્તિ હતા. તેઓ બહુ પ્રતિભાશાળી અભિનેતા હતા. તે માર્શલ આર્ટિસ્ટ, એક અભિનેતા, દિગ્દર્શક પણ હતા અને તેમને રસોઇ બનાવવાનો શોખ હતો. ‘ફેમિલી મેન’ ફેમ અભિનેતા શારીબ હાશ્મીએ દિવંગત અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી.
શારિબે તેના સોશિયલ મીડિયા પર લખ્યું, ‘મેં પહેલીવાર સલીમ ગૌસ સાહેબને ટીવી સિરિયલ ‘સુબહ’માં જાેયા! તેમનું કામ ગમ્યું !! તેમનો અવાજ…’ તમે પણ વાંચો તેમનું ટ્વીટ- સલીમ ગૌસ ભારતમાં અનેક ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો રહ્યા છે.
તેમણે માત્ર હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ કામ કર્યું નથી, પરંતુ સાઉથ સિનેમાની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે ‘કોયલા’, ‘શપથ’, ‘અક્સ’, ‘ત્રિકાલ’, દ્રોહી, સારાંશ અને ‘સ્વર્ગ નરક’ જેવી ફિલ્મોમાં જાેવા મળ્યા હતા.
વેલ ડન અબ્બા તેમની છેલ્લી ફિલ્મ હતી. તેમણે મણિરત્નમની ‘થિરુદા થિરુદા’ જેવી સાઉથની ઘણી ફિલ્મોમાં જાેવા મળ્યા હતા. વિલનની ભૂમિકા ભજવવાને કારણે દર્શકો તેમને ઓળખે છે અને યાદ કરે છે.
અભિનેતા તમિલ ફિલ્મ ‘કા’થી પુનરાગમન કરવાના હતા, જે હજી રિલીઝ થવાની બાકી છે. તે આ ફિલ્મમાં વાઇલ્ડલાઇફ વોર્ડનની ભૂમિકામાં જાેવા મળશે.