કલર્સ ગુજરાતીએ પ્રાદેશિક મનોરંજનને નવી ઊંચાઈએ લઈ જવાનું ચાલુ રાખ્યું છે તેના ભાગરૂપ તાજેતરમાં અર્ધપૌરાણિક કથા શ્યામ ધૂન લાગી રે રજૂ કરી, જે તેના સમૃદ્ધ વાર્તાકથન અને સાંસ્કૃતિક ઊંડાણ ધરાવે છે. આ શો નરસિંહ મહેતા અને ઈશ્વર તથા ભક્ત વચ્ચે સમકાલીન જોડાણના રોચક વારસાનો દાખલો છે. ઉચ્ચ સ્તરનું નિર્માણ અને અનુભવી કલાકારો થકી હૃદયસ્પર્શી વાર્તા સાથે ચમત્કારી ઘટનાઓને સૂઝબૂઝપૂર્વક ગૂંથવામાં આવી છે. શોમાં પરેશ ભટ્ટ નરસિંગ મહેતા તરીકે, કૃષ્ણ ભારદ્વાજ ભગવાન કૃષ્ણ તરીકે, નીલુ વઘેલા નરસિંહનાં દાદી બા અને હિતુ કનોડિયા નરસિંહના પિતા તરીકે ભૂમિકામાં જોવા મળશે.
આદિકવિ નરસિંહ મહેતાની પ્રતિકાત્મક ભૂમિકા સાકાર કરવા માટે પરેશ ભટ્ટે પરિવર્તનકારી પ્રવાસ ખેડ્યો છે, જેમાં તેણે 7 કિલો વજન ઓછું કર્યું છે અને નરસિંહ મહેતાના જીવન અને તેમની ભક્તિની ખૂબીઓને મઢી લેવા માટે વ્યાપક સંશોધન કર્યું છે. આ શો નરસિંહ મહેતાના જીવનમાં ઊંડાણથી ડોકિયું કરે છે, જે તેમની નમ્ર શરૂઆત અને પ્રસિદ્ધ કવિ તથા ધાર્મિક હસ્તી તરીકે ઊભરી આવ્યા તેનું પગેરું દર્શાવે છે. આ સિરીઝ ખુદ ભગવાન કૃષ્ણએ કથિત કર્યા છે તે અનુસાર વાર્તા પ્રસ્તુત કરીને અજોડ વાર્તાનું પરિપ્રેક્ષ્ય પ્રદાન કરે છે.
ભટ્ટની ભૂમિકા પ્રત્યે સમર્પિતતા તેના શારીરિક પરિવર્તન સાથે તેની કટિબદ્ધતામાં પણ દેખાય છે. તે કહે છે, “મેં ભૂમિકા માટે યોગ્ય રીતે કામ શરૂ કર્યું, ડાયેટનું પાલન કર્યું અને આશરે 6-7 કિલો વજન ઓછું કર્યું છે. હું મારા ડાયેટ અને મારા સ્વાસ્થ્યના અન્ય પાસાંમાં બહુ પ્રયાસ કરી રહી છું અને તે કરવાનું ચાલુ રાખીશ. ઉપરાંત પાત્રની આધ્યાત્મિકતા સાતે જોડાવા માટે મેં નરસિંહ મહેતાનાં ઘણાં પુસ્તકો વાંચ્યાં, જેનાથી અમારા દર્શકો સાથે ઊંડાણથી જોડાવામાં મને મદદ થઈ શકી છે.”