અભિનેતા મહેશ બાબુ ન્યુયોર્કમાં બિલ ગેટ્‌સ સાથે મુલાકાત કરતા ખુશ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સાઉથના અભિનેતા મહેશ બાબુ અને નમ્રતા શિરોડકર હાલ ન્યૂયોર્કમાં વેકેશન એન્જાેય કરી રહ્યા છે. બુધવારે તેમણે બિલ ગેટ્‌સ સાથેના ફોટોગ્રાફ્સ શેર કરીને બધાને સરપ્રાઈઝ આપી હતી. આ સાથે મહેશબાબુએ બિલ ગેટ્‌સને વિઝનરી અને ઈન્સ્પિરેશન ગણાવ્યા હતા. યુએસ વિઝિટ પહેલા મહેશ બાબુ અને નમ્રતા ઈટાલી ગયા હતા. તેમની સાથે બંને બાળકો પણ હતા.

બુધવારે મહેશ બાબુએ ઈન્સ્ટાગ્રામ પર સ્પેશિયલ ફોટોગ્રાફ શેર કરીને લખ્યુ હતું કે, આજે હું અને મારી વાઈફ બિલ ગેટ્‌સને મળ્યા હતા. તેમની સાદગી-નમ્રતાથી પ્રભાવિત થયા.સાઉથના સ્ટાર મહેશ બાબુને બોલિવૂડ ફિલ્મોમાં કામ કરવામાં ભલે ગૌરવ ન લાગતું હોય, પરંતુ લીવિંગ લીજન્ડ સમાન બિલ ગેટ્‌સથી તેઓ અત્યંત પ્રભાવિત છે. મહેશ બાબુ ફેમિલી સાથે વેકેશન દરમિયાન ન્યૂયોર્ક ગયા હતા, જ્યાં અચાનક બિલ ગેટ્‌સ સાથે મુલાકાત થઈ હતી. ગેટ્‌સની સાદગી અને નમ્રતાથી અત્યંત પ્રભાવિત હોવાનું જણાવીને મહેશ બાબુએ કેટલાક ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા. 

Share This Article