ડિઝની+ હોટસ્ટારની ‘તાઝા ખબર-2’ના એક્ટર દેવેન ભોજાણીએ પોતાના અનુભવો કર્યા શેર

Rudra
By Rudra 3 Min Read

વસ્ય અને તેના વરદાન વચ્ચે આવશે તેની કિસ્મત અથવા કોઈ દુશ્મન? ચમત્કારો અને જાદુની વાર્તાઓ, જેણે વસ્યને લાલચ અને મગરૂરીના પ્રવાસે લઈ જાય છે, પરંતુ શું આ ઉપરછલ્લી વાત છે? બહુપ્રતિક્ષિત હોટસ્ટાર સ્પેશિયલ્સની તાઝા ખબર સીઝન-2 સાથે પુનરાગમન કરી રહી છે, જે ખાસ 27મી સપ્ટેમ્બર, 2024થી ડિઝની+ હોટસ્ટાર પરથી ખાસ પ્રસારિત થશે.

બીબી કી વાઈન્સ પ્રોડક્શન્સના બેનર હેઠળ રોહિત રાજ અને ભુવન બમ દ્વારા પ્રોડ્યુસ્ડ અને હિમાંક ગૌર દ્વારા ડાયરેક્શન સાથે સિરીઝમાં પીઢ કલાકારો જાવેદ જાફરી સાથે શ્રીયા પિળગાવકર, પ્રથમેશ પરબ, દેવેન ભોજાણી અને શિલ્પા શુલ્કા મુખ્ય ભૂમિકામાં છે. વસ્યનું ભાગ્ય અને તેનું વરદાન શક્તિશાળી યુસુફ અખ્તર દ્વારા પડકારવામાં આવશે, જેને લઈ તેના વહાલાજનો સાથે ફરી એક વાર તેનું જોખમ વધશે. શું વસ્ય તેની સામે લડી શકશે કે વરદાન તેને આ વખતે પણ ફરી એક વાર ટેકો આપશે?

તમે આકર્ષક બોડી ઓફ વર્ક સાથેના પીઢ અભિનેતા હોય ત્યારે સ્પષ્ટ છે કે દરેક ભૂમિકા કાળજીપૂર્વક પસંદ કરવામાં આવે. દેવેન ભોજાણી પણ તેમાં અપવાદ નથી. તે પાત્રોની પસંદગી કરતી વખતે વિચારપૂર્વકનો અને ભારપૂર્વકનો અભિગમ અપનાવે છે. તે ડિઝની+ હોટસ્ટારની તાઝા ખબર-2માં મહેબૂબ ભાઈની ભૂમિકા ભજવવાના નિર્ણયમાં ઈનસાઈટ્સ આપીને ભૂમિકા પાછળની વિચાર પ્રક્રિયા વિશે જણાવે છે.

તે કહે છે, “હું કોમેડી હોય કે ભાવનાત્મક હોય, હૃદયને સ્પર્શ કરતાં પાત્રો પસંદ કરવા શ્રેષ્ઠ પ્રયાસ કરું છું. હું હંમેશાં કલાકાર તરીકે મારી વૃદ્ધિ થાય, મને વધુ શીખવા મળે અને મારી ક્રિયાત્મક ભૂખને સંતોષે તેવાં પ્રકારનાં પાત્રો ભજવવા પ્રયાસ કરું છું. દુષ્યંત બે દાયકા પૂર્વે ભજવી હોવા છતાં ખાસ કરીને મીમ્સની દુનિયામાં આજે પણ લોકપ્રિય છે, જ્યારે મહેબૂબ ભાઈ લોકોના મન સાથે કનેક્ટેડ છે. દર્શકો પાત્ર સાથે પોતાને જોડે છે અને સહાનુભૂતિ રાખે છે. મને મારી કારકિર્દીમાં સાવ અલગ પાત્રો ભજવવાની તક મળી તે બદલ પોતાને ભાગ્યશાળી માનું છું, જેમ કે, જો જિતા વહી સિકંદરનો ઘનશુ હજુ પણ યાદ છે, ઓફિસ ઓફિસનો પટેલ, ગટ્ટુ, કરીમા અને દુષ્યંત આજે પણ યાદ કરાય છે. મહેબૂબ ભાઈ ભજવવાની બહુ મજા આવી. આવી વિવિધતાને કારણે મને અભિનયની જૂની ઘરેડ તોડવામાં મદદ થઈ છે અને આ પાત્રો દર્શકોએ બહુ માણ્યા છે, જે દરેક માટે ફાયદાકારક બનાવે છે!”

તો તાઝા ખબર સીઝન-2માં કોમેડીના સ્પર્શ સાથે નાણાં અને નામના માટે આખરી તલાશ જોવા તૈયાર થઈ જાઓ, ફક્ત ડિઝની + હોટસ્ટાર પર, 27મી સપ્ટેમ્બર, 2024થી આરંભ

Share This Article