ગાંધીનગર : ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા એક સૂચના આપવામાં આવી છે કે, રાજ્યના સરકારી કર્મચારીઓએ પણ હવે ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવું પડશે. હેલ્મેટ વગર વાહન ચલાવતા કર્મચારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આજ (૧૧/૦૨/૨૦૨૫) થી આ નિયમનું કડક પાલન કરાવવા માટે રાજ્યની તમામ સરકારી કચેરીઓના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર પોલીસ તૈનાત રહેશે. ટ્રાફિકના પોલીસ મહા નિરીક્ષકને પણ આ કામગીરીનું મોનિટરિંગ કરવાની સૂચના આપવામાં આવી છે.
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને હેલ્મેટ પહેરીને વાહન ચલાવવા જણાવવમાં આવે છે. આવતીકાલથી કચેરઓમાં ફરજીયાત પણે હેલ્મટ વગર પ્રવેશ આપવામાં આવશે નહીં. જો રાજ્યના સરકારી કર્મચારીઓ જો હેલ્મેટ નહીં પહેરે તો કાયદેસરની કાર્યવાહી કરવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચના આપવામાં આવી છે.
- સરકારી કર્મચારીઓએ પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવું પડશે.
- હેલ્મેટ વગર વાહન ચલાવતા કર્મચારીઓ સામે દંડનીય કાર્યવાહી થશે.
- રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે આપી સ્પષ્ટ સૂચના.
- સરકારી કચેરીઓના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર પોલીસ રહેશે તૈનાત.