ટીમ ઈન્ડિયા વિરુદ્ધ થશે કાર્યવાહી?…

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨માં ૨ નવેમ્બરના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયા ૫ રનથી જીતી ગઈ પરંતુ આ મેચ બાદથી જ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પર ફેક ફિલ્ડિંગનો આરોપ લાગી રહ્યો છે. આ મુદ્દે એક મોટું અપડેટ પણ સામે આવ્યું છે. 

બાંગ્લાદેશની ટીમે ૫ રનથી મળેલી હાર બાદ વિરાટ કોહલી પર ફેક ફિલ્ડિંગનો આરોપ લગાવ્યો હતો. બાંગ્લાદેશની ટીમ મુજબ એમ્પાયરે વિરાટની ફેક ફિલ્ડિંગને નજરઅંદાજ કરી. અત્રે જણાવવાનું કે ફેક ફિલ્ડિંગ પર પેનલ્ટી તરીકે પાંચ રન વધારાના મળે છે. બાંગ્લાદેશના વિકેટકિપર બેટર નુરુલ હસને આ વિવાદની શરૂઆત કરી હતી. જે હવે અટકવાનું નામ લેતો નથી.

ફેક ફિલ્ડિંગના વિવાદમાં ખેલાડીઓ બાદ હવે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પણ કૂદી પડ્યું છે. બાંગ્લા બોર્ડના ક્રિકેટ ઓપરેશન્સ પ્રમુખ જલાલ યુનુસે ઢાકામાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે કેપ્ટને એમ્પાયરોનું ધ્યાન તેના તરફ દોર્યું હતું પરંતુ તેમની એક ન સાંભળી. શાકિબે આ અંગે ઈરાસસ્મસ (એમ્પાયર મરાય ઈરાસ્મસ) સાથે પણ વાત કરી અને મેચ બાદ પણ તેના પર ચર્ચા કરી હતી. આ મુદ્દો અમારા મગજમાં છે જેથી કરીને અમે તેને યોગ્ય મંચ પર ઉઠાવી શકીએ. બાંગ્લાદેશની ટીમ મુજબ આ ઘટના બાંગ્લાદેશના રનચેઝની ૭મી ઓવરના બીજા બોલે ઘટી. જ્યારે લિટન દાસ સ્ટ્રાઈકરના છેડા સુધી દોડી રહ્યો હતો. ત્યારે અર્શદીપ સિંહે ડીપથી બોલ દિનેશ કાર્તિક તરફ ફેંક્યો. જેણે સુરક્ષિત રીતે તે બોલ પકડી લીધો. જો કે જેવો અર્શદીપનો થ્રો કાર્તિક તરફ આગળ વધ્યો હતો, કે કોહલીએ બોલના સંપર્કમાં ન હોવા છતાં થ્રોઈંગ એક્શન કરી હતી.

Share This Article