જમ્મુ કાશ્મીરમાં અવંતીપુરામાં સીઆરપીએફના કાફલા પર ભીષણ ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યા બાદ આખરે પાકિસ્તાનને આપવામાં આવેલા મોસ્ટ ફેવર્ડ નેશનના દરજ્જાને પરત ખેંચી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.પાસ્તિાન સામે એક્શનની શરૂઆત તો થઇ ગઇ છે. જો કે હજુ પાકિસ્તાનને એકલુ પાડી દેવા માટે વધારે આક્રમક રીતે આગળ વધવાની જરૂર છે. વિશ્વના દેશો સહાય રોકે તે દિશામાં પહેલ અસરકારક રહેશે. પાકિસ્તાનમાં છુપાયેલા ત્રાસવાદીઓ અને અપરાધીઓ સામે નક્કર કાર્યવાહી જરૂરી બની ગઇ છે. અમેરિકા સહિતના દેશો પર તીવ્ર દબાણ લાવવાની જરૂર પણ છે. ભારતે પાકિસ્તાન સામે પ્રથમ એક્શન તરીકે આ નિર્ણય કરીને તમામની અપેક્ષા પૂર્ણ કરી છે. આ સંબંધમાં વાત કરવામાં આવે તો આંકડા દર્શાવે છે કે ડબલ્યુટીઓના કુલ ૧૬૪ સભ્ય દેશો છે. જેમાં દુનિયાના વેપાર પૈકી ૯૮ ટકા વેપાર થાય છે. ભારતે વર્ષ ૧૯૯૬માં પાકિસ્તાનને આ દરજ્જા આપ્યો હતો. અનેક પ્રકારના ઉતારચઢાવ હોવા છતાં આ દરજ્જા જાળવી રાખવામાં આવ્યો હતો.
બીજી બાજુ પાકિસ્તાનમાં ૨૦૧૧માં ભારતને આ દરજ્જા આપવાની વાત કરવામાં આવી હતી પરંતુ તેને અમલ કરવાનો નિર્ણય કરાવી શકાયો ન હતો. તમામ લોકો સારી રીતે જાણે છે કે આ દરજ્જા મેળવી લેનાર દેશને વેપાર સંબંધી સુવિધા મળે છે. પાકિસ્તાન એવા કેટલાક દેશમાં સામેલ છે જ્યાં ભારત નિકાસ સૌથી વધારે કરે છે. વર્ષ ૨૦૧૭-૧૮માં ભારતે પાકિસ્તાનને ૩૫૦૦ કરોડ રૂપિયાની આયાત કરી હતી. જ્યારે નિકાસનો આંકડો ૧૩૬૯૭ રહ્યો હતો. હકીકતમાં એમએફએનનો દરજ્જા એક આર્થિક દરજ્જા છે જેને બે દેશો વચ્ચે થનાર મુક્ત વેપાર સમજૂતિ હેઠળ આપવાની જાગવાઈ છે.
કોઇ દેશ જે કોઇ દેશને આ દરજ્જા આપે છે એવા દેશને એવા તમામની સાથે વેપારની શરતો એક સમાન રાખવી પડે છે. જે દેશોને એમએફએનનો દરજ્જા આપવામાં આવે છે તેમને વેપારમાં અન્ય દેશોની સરખામણીમાં ઓછા ચાર્જ, વધારે વ્યાપારિક સુવિધા અને સૌથી વધારે આયાતના ક્વોટાની સુવિધા આપવામાં આવે છે. આનો ઉપયોગ લોન એગ્રિમેન્ટ અને કોમર્શિયલ ટ્રાન્ઝીક્શનમાં પણ થાય છે. લોન એગ્રિમેન્ટ હેઠળ કોઇ એમએફએનના દરજ્જા ધરાવતા દેશ માટે નક્કી કરવામાં આવેલા વ્યાજદરથી ઓછા દર પર અન્ય કોઇ સામાન્ય દેશને ઓફર કરી શકાય નહીં. કોમર્શિયલ ટ્રાન્ઝીક્શનના મામલામાં મોસ્ટ ફેવર્ડ નેશનના દરજ્જાને લઇને સસ્તી ડિલ થાય છે. અન્ય દેશો સાથે આ પ્રકારની સુવિધા રહેતી નથી. નાના અને વિકાસશીલ દેશો માટે આ દરજ્જા ખુબ મહત્વપૂર્ણ હોય છે. પુલવામા હુમલાની જવાબદારી સ્વીકારનાર જૈશે મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો માટે સુરક્ષિત સ્થળ બની ગયેલા પાકિસ્તાનને બોધપાઠ ભણાવવાના હેતુસર આ પગલુ લેવામાં આવ્યું છે. પાકિસ્તાન સાથે ભારતના દ્વિપક્ષીય વેપાર વૈશ્વિક વેપારના ૦.૩ ટકાની આસપાસ છે. વૈશ્વિક કારોબાર ૭૬૯ અબજ ડોલરનો છે. પાકિસ્તાન સાથે વેપાર વારંવાર ખોરવાતો રહ્યો છે. ૧૯૯૬માં પાકિસ્તાનને આ દરજ્જા અપાયો હતો ત્યારબાદ ભારતમાં પાકિસ્તાનની નિકાસ હંમેશા ઓછી રહી છે. પાકિસ્તાન ભારતની સરખામણીમાં અફઘાનિસ્તાનના ત્રણ ગણી વધુ ચીજો અને ચીનમાં પાંચ ગણી ચીજાની નિકાસ કરે છે જ્યારે ભારતના નિકાસકારો પાકિસ્તાનમાં કારોબારીઓ કરતા પાંચ ગણી વધુ કમાણી કરે છે. નાના અને વિકાસશીલ દેશો માટે એમએફએનનો દરજ્જા અનેકરીતે મહત્વપૂર્ણ હોય છે. આના કારણે તેમની મોટા માર્કેટ સુધી ઓળખ બને છે. તેમને સસ્તામાં વસ્તુ આયાત કરવાની તક મળે છે. નિકાસમાં પણ ખર્ચ ઘટી જાય છે. કારણ કે, આવા દેશો ઉપર અન્યોની સરખામણીમાં ઓછા ચાર્જ લેવામાં આવે છે. આનાથી નાના દેશોને પણ નિકાસ કરવામાં મદદ મળે છે. ભારતે ડબલ્યુટીઓની રચના થયા બાદ પાકિસ્તાનને આ દરજ્જા આપ્યો હતો પરંતુ પાકિસ્તાને ભારતને આ દરજ્જા આપ્યો નથી.
હવે પાકિસ્તાનથી આયાત કરવામાં આવતી ચીજવસ્તુઓ ઉપર ભારત પોતાની ઇચ્છાથી કસ્ટમ ડ્યુટી વધારી શકશે. જુદા જુદા દેશોની વાત કરવામાં આવે તો ભારત ભુટાનની સાથે વાર્ષિક ૮૭૨૩ કરોડનો વેપાર કરે છે. પાકિસ્તાન સાથે આ ગાળામાં કારોબાર ૧૭૨૦૦ કરોડનો રહ્યો છે. ૧૮૦૦૦ કરોડનો કારોબાર હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે છે. ડબલ્યુટીઓના આર્ટિકલ ૨૧બીમાં કહેવામાં આવ્યુ છે કે જ્યારે સુરક્ષા સાથે સંબંધિત ગંભીર મામલા હોય ત્યારે આ દરજ્જાને પરત લઇ શકાય છે. જો કે આના માટે તમામ શરતોને પૂર્ણ કરવાની હોય છે. ભારત પાકિસ્તાનન કેટલીક ચીજો માટે તેના દરવાજાને બંધ કરી શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સિમેન્ટ, કોટન, શાકભાજી, ફળ મિનરલ ડ્રાયફ્રુટસનો કારોબાર થાય છે.