અમદાવાદ : ભારતની આગેવાન સાયબર સિક્યોરિટી બ્રાન્ડ નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ (NPAV) પાછળ રહેલી કંપની બિઝ સિક્યોર લેબ્સ પ્રા. લિ. દ્વારા હવે સત્તાવાર રીતે કવચ એન્ટીવાયરસ બ્રાન્ડ અને તેની ટેકનોલોજી, સર્વિસ અને કસ્ટમર સપોર્ટ ઓપરેશન્સ નેક્સ્ટવ્યુ ટેકનોલોજીઝ ઇન્ડિયા પ્રા. લિ. પાસેથી એક્વાયર કરવામાં આવી છે.
આ એક્વાયર દ્વારા નેટ પ્રોટેકટર હવે પોતાની ટેકનોલોજી ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે, ગ્રાહક આધાર ને વિસ્તૃત કરશે અને સમગ્ર ભારતમાં વધુ કોમ્પ્રેહેન્સિવ અને રિલાયબલ સાયબર સિક્યોરિટી સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ રહેશે.
કંપની પ્રવક્તા એ જણાવ્યું: “આ એક્વાયર દ્વારા અમે માત્ર અમારા પોર્ટફોલિયો ને વિસ્તૃત કરી રહ્યા નથી — અમે સમગ્ર ભારતના યુઝર્સને વધુ કોમ્પ્રેહેન્સિવ, રિલાયબલ અને એક્સેસિબલ સાયબર સિક્યોરિટી સર્વિસિસ પ્રદાન કરવા માટે સજ્જ છીએ.”
માર્કેટ પ્રેઝન્સ વધુ મજબૂત બનશે
નેટ પ્રોટેકટર આજે લાખો યુઝર્સને સેવા આપે છે જેમાં વ્યક્તિગત યુઝર્સ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, સરકારી અને ખાનગી સંસ્થાઓનો સમાવેશ થાય છે. કવચ એન્ટીવાયરસ ના ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રકચર ને એક્વાયર કરવાથી હવે માર્કેટ પોઝીશન વધુ મજબૂત બનશે.
નવી પહેલ : ફ્રોડ પ્રોટેકટર હેલ્પલાઇન
નેટ પ્રોટેકટર દ્વારા ખાસ કરીને સિનિયર સિટિઝન્સ અને ઘરગથ્થું યુઝર્સ માટે સાયબર ફ્રોડ કવચ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.
✔ સિનિયર સિટિઝન્સ માટે આ સેવા સંપૂર્ણ મફત રહેશે
📧 Email: [email protected]
📱 WhatsApp: +91 8956674887
યૂઝર્સને FIR લોજ કરવાના સ્ટેપ્સ તેમજ ગુજરાત સ્ટેટ સાયબર સેલ ના ફોન નંબરો પણ આપવામાં આવશે.