તહેવારોના ઉત્સાહ સાથે, એક્ટર – પ્રોડ્યુસર્સ જેકી ભગનાનીએ ભારતીય તહેવારોના હબ- અમદાવાદની મુલાકાત લીધી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ગયા વર્ષે “કમરિયા” સોન્ગ આપનાર આ ફેસ્ટિવલ સિંગલ કિંગે શહેરની અગ્રણી કોલેજોમાં ઉત્સાહી યુવાઓ સામે તાજેતરમાં રિલીઝ થયેલ “ચૂડીયાં” સોન્ગ રજુ કર્યું. જેકીએ તેના સિગ્નેચર ચૂડીયાં સ્ટેપમાં ટ્રેડિશનલ ગરબા મૂવ્સ કરીને અમદાવાદના લોકોને અપબીટમાં સામેલ કર્યાં હતા. છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે ચૂડિયા ગીત હવે આપણા ઉત્સવોમાં નવો ઉમંગ ભરવા માટે તૈયાર છે. આ ગીતની એટલા માટે આતુરતાથી રાહ જોવાઈ રહી હતી કેમ કે તેમાં આંતરરાષ્ટ્રીય સ્તરની જાણીતી પોપિંગ અને ટટ્ટિંગ સ્ટાર ડીટ્ટો પ્રથમ વખત કોઈ ભારતીય મ્યૂઝિક વીડિયોમાં જોવા મળવાની છે. આ વીડિયોમાં તેની સાથે અભિનેતા જેકી ભગનાની છે. આ મહિને અને આગામી મહિને ઉત્સવોની સિઝન આવી રહી છે ત્યારે ભગનાની પોતાના મ્યૂઝિક લેબર જસ્ટ મ્યૂઝિક અંતર્ગત પોતાનો પ્રથમ મ્યૂઝિક વીડિયો લાવી રહ્યો છે. તહેવારો માટેની આ અદ્ભૂત શરૂઆત હતી!

જેકી ભગનાનીએ કહ્યું છે કે, ગત વર્ષે કમરિયાં બાદ હું જાણતો હતો કે અમારે હજી આગળ જવાનું છે અને લોકોને કંઈક ખાસ અને આશ્ચર્યજનક તેમ છતાં ઉત્સવનો ખરો જોશ પૂરો પાડે તેવું કંઈક આપવાનું છે. ગ્લોબલ આઈકોન ડીટ્ટો પણ ગીતમાં છે. અમે ગીતમાં ક્રોસ-કલ્ચર કરવાનો અને દેશોની સીમાઓને તોડવાનો પ્રયાસ કર્યો છે. અમને આશા છે કે લોકો એક ડાન્સ ગીત કરતા પણ વધારે પસંદ કરશે.

અગાઉ આ લેબલ હેઠળ આલિયા ભટ્ટ સાથે પ્રદા અને વિશાલ મિશ્રા સાથે ટકડા રાવણ વીડિયો રિલીઝ થયા હતા. નવો વીડિયો ચૂડિયાંમાં પરંપરાગત ભારતીય સંગીત છે પરંતુ તેમાં કન્ટેમ્પરરી ટ્વિસ્ટ પણ જોવા મળશે. આ ગીતને તનિશ્ક બાગચીએ કમ્પોઝ કર્યું છે અને દેવ નેગી અને અસીસ કૌરે તેને ગાયું છે. જે આગામી તહેવારોમાં ક્લબ અને સંગીત પાર્ટીઓમાં ધૂમ મચાવશે.

આ વીડિયોમાં ઘણી એવી અદ્દભુત ક્ષણો છે જે ડાન્સ ફ્લોર પર ધમાલ મચાવી દેશે. પ્રથમ વખત ભારતીય મ્યૂઝિક વીડિયોમાં કામ કરી રહેલી ડીટ્ટોએ જણાવ્યું છે કે, હું આ વીડિયોને લઈને ઘણી જ ઉત્સાહિત છું! જ્યારે પણ મારા માતા-પિતા ભારતમાં હતા ત્યારે હું અહીં કામ કરવા ઈચ્છતી હતી અને જેકી ભગનાની મારી પાસે આ વીડિયોની ઓફર લઈને આવ્યા હતા જેને હું ના પાડી શકી ન હતી. ભારતીય સંસ્કૃતિ અને સંગીત એકદમ જીવંત છે અને ચૂડિયાં ગીત તેને સંપૂર્ણ પણે ન્યાય આપી રહ્યું છે. આ ગીત મસ્તીથી ભરેલું છે અને તે તમને પણ ડાન્સ કરવા માટે મજબૂર કરી દેશે.

મુદસ્સર ખાનના ડાયરેક્શનમાં ચૂડિયાંમાં પરંપરાગત ઉત્સવની અનુભૂતિ થશે. અમેરિકાની ડાન્સિંગ સ્ટાર ડીટ્ટો શાનદાર લેન્ગામાં ડાન્સ કરતી જોવા મળશે. તેણે ભારતીય સંગીત પર પણ આકર્ષક ડાન્સ કર્યો છે. જેકી બ્લેક રંગના આઉટફિટમાં જોવા મળશે. આ ઉપરાંત તેનું આકર્ષક સ્મિત લોકોને મંત્રમુગ્ધ કરી દેશે. બંને વચ્ચેની અદ્દભુત કેમિસ્ટ્રી ગીતને વધારે ગ્લેમરસ બનાવી દે છે.

Share This Article