સ્ટીવ સ્મિથની સિદ્ધી : સૌથી ઝડપ સાથે ૭૦૦૦ ટેસ્ટ રન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઓસ્ટ્રેલિયા ના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે પાકિસ્તાનની સામે રમાઇ રહેલી શ્રેણીની બીજી ટેસ્ટ મેના બીજા દિવસે મોટી સિદ્ધી પોતાના નામ પર કરી હતી. સ્ટીવ સ્મિથ હવે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપથી ૭૦૦૦ ટેસ્ટ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. સ્મિથે ૭૦મી ટેસ્ટ મેચની ૧૨૬મી ઇનિગ્સમાં ઝડપી બોલર મોહમ્મદ મુસાની બોલિંગમાં એક રન લઇને વોલી હેમંડના આ ૭૩ વર્ષ જુના રેકોર્ડને તોડી દીધો હતો. ઇંગ્લેન્ડના આ મહાન ખેલાડીએ ભારતની સામે ઓવલ ટેસ્ટમાં વર્ષ ૧૯૪૬માં આ સિદ્ધી હાંસલ કરી હતી. હેમંડે ૧૩૧ ટેસ્ટ ઇનિગ્સમાં ૭૦૦૦ રન પૂર્ણ કર્યા હતા. ભારતના મહાન ખેલાડી વીરેન્દ્ર સહેવાગ આ યાદીમાં ત્રીજા સ્થાને છે. સહેવાગે ૭૯ મેચમાં ૧૩૪ ઇનિગ્સમાં ૭૦૦૦ ટેસ્ટ રન પૂર્ણ કરી લીધા હતા. ગેરી સોબર્સ, કુમાર સંગાકારા તેમજ ટીમ ઇન્ડિયા ના કેપ્ટન વિરાટ કોહલીએ ૧૩૮ ઇનિગ્સમાં ટેસ્ટ ક્રિકેટમાં ૭૦૦૦ રન પૂર્ણ કર્યા હતા. ટીમ ઇન્ડિયાના કેપ્ટન કોહલીએ આ સિદ્ધી ગયા મહિનામાં જ હાંસલ કરી લીધી હતી.

જો કે તે ૧૩૮ ઇનિગ્સમાં આ સિદ્ધી સુધી પહોંચી શક્યો હતો. વિરાટ કોહલીએ આફ્રિકા સામે પુણેમાં રમીને આ ઐતિહાસિક સિદ્ધી હાંસલ કરી લીધી હતી. વર્ષ ૨૦૧૧માં પ્રથમ ટેસ્ટ મેચ રમ્યા બાદ કોહલીએ ૮૧મી મેચમાં ૧૩૮ ઇનિગ્સમાં આ સિદ્ધી હાંસલ કરી હતી. સ્ટીવ સ્મિથ હાલના સમયમાં જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તે પહેલા ઇંગ્લેન્ડની સામે શ્રેણીમા તે જોરદાર દેખાવ કરવામાં સફળ રહ્યો હતો. જો કે આજે તેની બેટિંગની નોંધ દુનિયાના દેશો લઇ રહ્યા છે.

બે ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં જીત મેળવીને ૧-૦ની લીડ મેળવી ચુકેલી ઓસ્ટ્રેલિયાની ટીમ આ ટેસ્ટમાં પણ મજબુત સ્થિતીમાં છે. ઓસ્ટ્રેલિયા તરફથી બીજા દિવસે ડેવિડ વોર્નરે બેવડી સદી ફટકારી દીધી હતી. ઓસ્ટ્રેલિયા આ ડે નાઇટ ટેસ્ટ મેચમાં જોરદાર દેખાવ સાથે આગળ વધવા માટે તૈયાર છે. બીજી બાજુ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર તેમના અસલી ફોર્મમાં હવે આવી ચુક્યા છે જે યજમાન ટીમ માટે ખુબ સારી બાબત તરીકે છે.

Share This Article