ભારતીય વાયુસેનાના કર્મચારીએ આઈએસએસએફ વર્લ્ડ કપમાં રજત પદક જીત્યો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારતીય વાયુસેનામાં સાર્જેંટ શહજર રિજવીએ દક્ષિણ કોરિયામાં આયોજિત થઇ રહેલા આઈએસએસએફ વર્લ્ડ કપમાં રજત પદક મેળવ્યો છે.

શહજર રિજવીએ રજત પદક ૧૦ મીટર એર પિસ્ટલ વ્યક્તિગત સ્પર્ધામાં મેળવ્યો હતો. રિજવી સિર્ફ ૦.૨ અંકથી સુવર્ણ પદક જીતવાથી ચૂકી ગયા હતા. આ સ્પર્ધામાં ૨૪૦.૦ અંક સાથે રુસના અરતમ ચેનોસોવે સુવર્ણ પદક મેળવ્યો છે,જ્યારે રિજવીને ૨૩૯.૮ અંક સાથે રજત પદક મળ્યો છે. આ સ્પર્ધામાં વાયુસેનાના ત્રણ કર્મચારીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે.

આ પહેલા સાર્જેંટ રિજવીએ ૩ માર્ચ, ૨૦૧૮ના રોજ મેક્સિકોમાં આયોજિત આઈએસએસએફ વર્લ્ડ કપમાં ૧૦ મીટર અર પિસ્ટલ સ્પર્ધામાં સુવર્ણ પજક જીત્યો હતો. વાયુસેનાના રિજવી રાષ્ટ્રીય નિશાનબાજી સ્પર્ધામાં વાયુસેનાનું પ્રતિનિધિત્વ કરતા આવ્યા છે.

Share This Article