એસર ઇંડિયા પીસી મોનીટર્સમાં ભારતમાં બીજા નંબરની બ્રાંડ તરીકે ઉભરી આવી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અગ્રણી માર્કેટ રિસર્ચ ફર્મના સર્વે મુજબ પીસી મોનીટર કેટેગરીમાં વિશ્વમાં સૌથી વિશાળ ટેકનોલોજી બ્રાંડ્સ પૈકી એક એસર ઇંડિયા બીજા નંબરના ખેલાડી તરીકે ઉભરી આવી છે. એસરની તમામ સેગમેન્ટમાં જબરદરસ્ત વૃદ્ધિ જોવા મળી છે અને તે ભારતમાં નંબર ૧ પીસી ગેમિંગ બ્રાંડ બની રહી છે.

વિવિધ સેગમેન્ટને મોનીટરની શ્રેણી પુરી પાડતી એસર ઘરથી લઇને પ્રોફેશનલ્સ અને બિઝનેસ સુધી તમામની પસંદગીની બ્રાંડ બની ચૂકી છે. એસરનું વીડિયો અને ફોટો એડિટર્સ, ગેમર્સ અને ૪કે એન્ટરટેઇનમેન્ટ માટેના હાઇ એન્ડ મોનીટર્સના નવા લાઇન-અપમાં સર્વિલેન્સ જેવા સેગમેન્ટમાં વિશાળ માંગ અને વૃદ્ધિ જોવા મળી રહી છે.

એસર ઇંડિયાના સીએમઓ અને કન્ઝ્યુમર બિઝનેસ હેડ ચંદ્રાહસ પાનીગ્રાહીએ જમાવ્યું કે અમે સમગ્ર મોનીટર માર્કેટમાં બીજા નંબરના સ્થાને રહીને ખૂબ જ આનંદ અનુભવી રહ્યાં છીએ. છેલ્લા બે ત્રિમાસિકથી એસર ભારતમાં પીસી કેટેગરીમાં જબરદસ્ત વૃદ્ધિ નોંધાવી રહ્યું છે. અમારા નવા લાઇન-અપ સાથે અમે ટૂંક સમયમાં ટોચના સ્થાને પહેંચી જવાનો વિશ્વાસ ધરાવીયે છીએ.

Share This Article