વડોદરા : વડોદરા શહરેના માંજલપુર પોલીસ સ્ટેશનમા ગત તા.૨૫ નવેમ્બર ૨૦૨૧ના રોજ નોંધાયેલ ફરીયાદ અનુસંધાને સગીરા સાથે દુષ્કર્મ, છેડતી અને ધમકી આપવાના ગુનામાં વડોદરા પોક્સો કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે ફરીયાદ મુજબ આરોપી દિનેશ ઇશ્વરભાઇ પરમાર (રહે. રાધવનગર વુડા, અટલાદરા) એ સગીરાને લગ્નની લાલચ આપીને પોતાના ઘરમાં બોલાવીને અને ફરવા લઈ જઈને અનેક વખત સગીરાની મરજી વિરુદ્ધ શારીરીક સંબંધો બાંધ્યા હતા અને દિનેશે સગીરાના વાંધાજનક ફોટા પાડીને તેને વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. ઉપરાંત સગીરાને એવી ધમકી આપી હતી કે ” જાે તું આ વાત તારા ઘરના સભ્યોને કહીશ, તો તને તથા તારા પરીવારને જાનથી મારી નાખીશ.” ગુનાની તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે આરોપી ૩૫ વર્ષનો દીનેશ પરમાર પરણિત છે અને બે સંતાનોનો બાપ છે. આ કેસ સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતાં સરકાર તરફે એડી.પી.પી. આર.એસ.ચૌહાણે કરેલી દલીલો અને પોલીસ દ્વારા રજુ કરવામા આવેલા પુરાવાઓને ધ્યાને રાખીને સ્પે.પોક્સો જજ અને ચોથા એડીશનલ સેસન્સ જજ એમ.ડી.પાન્ડયેએ આરોપી દિનેશ પરમારને દોષિત ઠરાવી ૨૦ વર્ષ સખ્ત કેદની સજા તથા ૧૦,૦૦૦ દંડની સજા ફટકારી છે.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more