ફેસબુકે ઉમેરેલા નવા નિયમો અનુસાર પ્રોફાઇલમાં તમે આ વિગતો નહીં લખી શકો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ફેસબુક યુઝર્સની પ્રોફાઇલમાંથી માહિતીની કેટલીક કેટેગરી દૂર કરશે. તમારી ફેસબુક પ્રોફાઇલ હવે તમારી જાતીય પસંદગી, ધાર્મિક મંતવ્યો, રાજકીય મંતવ્યો, સરનામાં પ્રદર્શિત કરશે નહીં. મેટા-માલિકીની ફેસબૂક સોશિયલ મીડિયા સાઇટે આ ફેરફારોની જાહેરાત કરી છે અને તે ૧ ડિસેમ્બરથી અમલમાં આવશે. આ ફેરફારો સૌ પ્રથમ સોશિયલ મીડિયા કન્સલ્ટન્ટ મેટ નાવરા દ્વારા જોવામાં આવ્યા હતા. ટિ્‌વટર પર સ્ક્રીનશૉટ્‌સ શેર કરતાં નાવરાએ લખ્યું, ફેસબુક ૧ ડિસેમ્બર ૨૦૨૨થી પ્રોફાઇલમાંથી ધાર્મિક વિચારો અને ‘ઈન્ટરેસ્ટેડ ઈન” માહિતીને દૂર કરી રહ્યું છે.

ફેસબુકમાં અગાઉ લોકોની વ્યક્તિગત પસંદગીઓ, તેમના ધાર્મિક વિચારો, રાજકીય મંતવ્યો અને તેમની જાતીય પસંદગીઓ વિશેની આખી કૉલમ હતી. લોકો ફેસબુક પર તેમની પ્રોફાઇલ બનાવતી વખતે ફોર્મ ભરવામાં કલાકો ગાળે છે, પરંતુ હવે સિસ્ટમ બદલાઈ રહી છે. ફેસબુક હવે જેમણે આ ફીલ્ડ ભર્યા છે તેવા યુઝર્સને મેસેજીઝ મોકલી રહ્યું છે કે, તેમની પ્રોફાઇલમાંથી અમુક વિગતો દૂર કરવામાં આવશે તેની જાણ લેવી. મેટાના પ્રવક્તા એમિલ વાઝક્વેઝે જણાવ્યું હતું હતું કે, ફેસબુકને નેવિગેટ કરવા અને ઉપયોગમાં લેવાનું સરળ બનાવવાના અમારા પ્રયાસોના ભાગરૂપે અમે ઈન્ટરેસ્ટેડ ઇન, રિલિજિયસ વ્યુ, પોલિટિકલ વ્યુ અને એડ્રેસ જેવી થોડીક પ્રોફાઇલ ફીલ્ડને દૂર કરી રહ્યાં છીએ. અમે ફીલ્ડ્‌સ અગાઉથી ભરેલી હોય તેણે નોટિફીશન મોકલી રહ્યા છીએ. હવે આ ફીલ્ડ કાઢી નાખવામાં આવશે.

જોકે આ ફેરફાર ફેસબૂક પર અન્યત્ર પોતાના વિશેની આ માહિતી શેર કરવાની કોઈની ક્ષમતાને અસર કરતાં નથી. નોંધનીય છે કે, ફેસબુકની મૂળ કંપની, મેટા, હાલમાં નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહી છે. તેના પરિણામ સ્વરૂપે, કંપનીએ તમામ વિભાગોમાં લગભગ ૧૧,૦૦૦ કર્મચારીઓને બરતરફ પણ કર્યા છે. મેટા કર્મચારીઓને સંબોધતા એક ઈમેલમાં માર્ક ઝકરબર્ગે લખ્યું હતું કે, તેઓ કંપનીમાં મોટા ફેરફારો કરી રહ્યા છે. તેમણે એ કર્મચારીઓની માફી પણ માંગી જેઓને નોકરીમાંથી વિદાય આપવામાં આવી અને તેની સંપૂર્ણ જવાબદારી લીધી હતી. ઝુકરબર્ગે એમ પણ કહ્યું કે, આ પ્રક્રિયામાં જે કર્મચારીઓને અસર થઇ છે તેમને કેટ્‌લોક પગાર અને તેની સાથે તમામ જરૂરી સપોર્ટ મળશે. તેમણે કહ્યું, અમે ૧૬ અઠવાડિયાના બેઝ પેમેન્ટ અને વાર્ષિક બે વધારાના અઠવાડિયા સર્વિસનું પેમેન્ટ ચૂકવીશું, તે પણ કોઈ મર્યાદા વિના. તેમણે મેલમાં એમ પણ કહ્યું કે કંપની છ મહિના સુધી લોકો અને તેમના પરિવારોની હેલ્થકેરનો ખર્ચ ઉઠાવશે.

Share This Article