નવી દિલ્હી : ભારતમાં દર કલાકમાં માર્ગ અકસ્માતમાં ૧૪ના મોત
નવા અહેવાલમાં અકસ્માત અંગે ચિંતાજનક ચિત્ર સપાટીએ
વિશ્વના વાહનોની વસ્તી પૈકી એક જ ટકા વાહનો હોવા છતાં સૌથી વધારે અકસ્માતો
વિશ્વભરમાં દરેક માર્ગ અકસ્માતો પૈકી એક ભારતમાં છે
મોતના આંકડા પણ ભારતમાં જ સૌથી વધુ બની રહ્યા છે
ભારતમાં વર્ષ ૨૦૧૦માં ૧.૩૨ લાખ અને ૨૦૧૧માં ૧.૪૩ લાખ લોકોના મોત થયા હતા જે વર્ષ ૨૦૧૯માં પણ ઘટ્યા નથી
સુરક્ષા તરફ ધ્યાન આપવામાં આવ્યા વગર માર્ગોને વધુ પહોળા કરાયા છે છતાં વાહનોની સંખ્યા પણ વધી છે
વિકાસશીલ દેશોમાં માર્ગ અકસ્માતોને રોકવા ઓછા પગલાં લેવાયા છે
ટુ વ્હીલરના ડ્રાઈવરો માટે ફરજિયાત હેલ્મેટ જેવા ધારાધોરણો પણ પાડવામાં આવ્યા નથી
૨૦૧૦માં ઇજાના કારણે કુલ મોતનો આંકડો ૫.૧ મિલિયનનો હતો જે હવે ૨૦૧૯માં વધીને ડબલ જેટલો છે
બે તૃતીયાંશ લોકોને ઇજા ખૂબ જ ગંભીર પ્રકારની થઈ હતી