ઍક્સેસલાઇફ અસિસ્ટન્સ ફાઉન્ડેશન દ્વારા વુમન્સ ડેની અનોખી ઉજવણી, કેન્સર પીડિત બાળકોની માતાઓ સાથે સમય વિતાવ્યો

Rudra
By Rudra 1 Min Read

કેન્સરથી પીડિત બાળકોને “હોમ અવે ફ્રોમ હોમ” જેવી સગવડો પૂરું પાડતી અમદાવાદની એલિસબ્રિજ સ્થિત ઍક્સેસલાઇફ અસિસ્ટન્સ ફાઉન્ડેશનમાં વુમન્સ ડેનું ઉત્સાહભર્યું આયોજન કરવામાં આવ્યું.

સોશિયલ એન્ટ્રપ્રિન્યોર દીપા રવિન્દ્રકુમાર અને તેમના અનેક મહિલા મિત્રોએ કેન્સર પીડિત બાળકોની માતાઓ સાથે સમય વિતાવ્યો અને તેમના મનોરંજન માટે રમતો રમાવડાવી. હાઉસી અને બલૂન ગેમ્સ જેવી રસપ્રદ રમતો દ્વારા મહિલાઓએ ઘણો આનંદ માણ્યો અને વુમન્સ ડે ની ઉજવણી યાદગાર બની.

આ પ્રસંગે દીપા રવિન્દ્રકુમાર અને તેમના મિત્રો એ ઍક્સેસલાઇફની કામગીરી વિશે માહિતી મેળવી, બાળકો અને તેમના પરિવારજનો સાથે ભાવનાત્મક પળો વિતાવી. પરિવારજનો જ્યારે કહ્યું કે તેઓ અહીં ઘર જેવું માહોલ અનુભવે છે, ત્યારે હાજર રહેલા મહેમાનો ભાવુક બની ગયા.

આ ખાસ દિવસના આયોજન દ્વારા માતાઓને થોડો આરામ અને ખુશી મળી, અને ઍક્સેસલાઇફ દ્વારા કરવામાં આવતા સમર્પિત કાર્યની એક ઝલક તમામ મહેમાનો અનુભવી શક્યા.

Share This Article