નવી દિલ્હી : ભારતીય સેનાના ટોચના અધિકારી ચીન સાથે જોડાયેલી સરહદ પર દરેક સિઝન મુજબ કનેક્ટિવિટીના સમયસર વિકાસ કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો છે. આ પ્રક્રિયા હેઠળ માર્ગો, સુરંગ અને ભૂમિગત શેલ્ટર્સ બનાવવામાં આવી રહ્યા છે. જેના કારણે સૈનિકો અને લોજિસ્ટિકની ઝડપથી અવરજવર થઇ શકે છે. સાથ સાથે યુદ્ધ સામગ્રી પણ પણ ઝડપથી પહોંચી શકે છે. જેમાં મિસાઇલો અને અન્ય હથિયારોનો સમાવેશ થાય છે. સુત્રોના કહેવા મુજબ જનરલ બિપિન રાવતના નેતૃત્વમાં એક સપ્તાહ સુધી ચાલેલી કમાન્ડર્સ પરિષદમાં કેટલીક બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ચીન સાથેની સરહદ પર તમામ પ્રક્રિયાને ઝડપથી પૂર્ણ કરવા માટે ઇચ્છુક છે.
ચીન સાથે જોડાયેલી ઉત્તરીય સરહદ પર આધારભુત સરરચનાના વિકાસમાં તેજી લાવવાની જરૂરીયાત દેખાઇ રહી છે. સુત્રો કહ્યુ છે ક છેલ્લા કેટલાક વર્ષોમાં સ્થિતીમાં સુધારો થયો છે પરંતુ હજુ ઘણા કામ કરવાના બાકી રહ્યા છે. ચીન સાથે જાડાયેલી સરહદ પર મુળભુત માળખામાં સુધારા કરવામાં આવી રહ્યા છે.
આ બાબતને પ્રાથમિકતા આપવાની જરૂર છે. આર્મી જનરલોની વચ્ચે દરક હવામાનમાં કામ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવાની જરૂર છે. ભારત દ્વારા ધીમે ધીમે એલએસી પર પોતાની સૈન્ય તાકાતને વધારી દેવા પર ધ્યાન આપી રહ્યુ છે. જેના ભાગરૂપે સૈનિકો, સુપરસોનિક ક્રુઝ મિસાઇલો ગોઠવવામાં આવી રહી છે. હાલમાં ભારતીય જવાનોને સરહદી વિસ્તારોમાં જવા કેટલીક તકલીફોનો સામનો કરવો પડ છે.