મુંબઇ: અભિનેતા અભિષેક બચ્ચન પાસે હાલમાં કોઇ નવી ફિલ્મ નથી. પ્રાપ્ત અહેવાલ મુજબ અભિષેકને સોલો લઇને ફિલ્મ બનાવવા માટેની કોઇ નિર્માતા નિર્દેશક હિમ્મત કરી રહ્યા નથી. તે ફિલ્મ સફળ કરી રહ્યો નથી. તેની છેલ્લે મનમર્જિયા ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. જે બોક્સ ઓફિસ પર કોઇ ખાસ જાદુ જગાવી શકી નથી. બોર્ડર જેવી સુપરહિટ ફિલ્મ બનાવનાર ફિલ્મ નિર્દેશક જેપી દત્તાની મહત્વકાંક્ષી ફિલ્મ પલટનને અભિષેક બચ્ચને છોડી દીધા બાદ તેની ચર્ચા રહી હતી. પલટન ફિલ્મ અંગત કારણોસર અભિષેકે છોડી દીધી હોવાના હેવાલ મળ્યા હતા. જા કે અભિષેકના ચાહકોએ જુદી જુદી પ્રતિક્રિયા આપી છે. અભિષેકે ફિલ્મ છોડી તે અમારા માટે પણ નિરાશાજનક હોવાની વાત જેપી દત્તાની પુત્રી દ્વારા કરવામાં આવી આવી હતી.
થોડાક દિવસ પહેલા જ અભિષેકે પોતે કહ્યુ હતુ કે તે જેપી દત્તાની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જા કે છેલ્લી ઘડીએ અભષેકે ફિલ્મ છોડી દીધી હતી. જેપી દત્તા મોટા ભાગે ભારતીય સેનાના જવાનોની લાઇફ પર ફિલ્મ બનાવવા માટે જાણીતા રહ્યા છે. વિતચેલા વર્ષોમાં તેઓ બોર્ડર જેવી ફિલ્મ બનાવી ચુક્યા છે. જે બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. આ ફિલ્મમાં સની દેઓલ, સુનિલ શેટ્ટી સહિતના અનેક સુપરસ્ટાર કલાકારો નજરે પડ્યા હતા.
અભિષેક બચ્ચન હાલમાં ફ્લોપ સ્ટાર તરીકે સાબિત થઇ રહ્યો છે. તેને પણ એક સારી મોટી ફિલ્મની જરૂર દેખાઇ રહી છે. જા કે તેની પાસે સારી ફિલ્મ આવી હતી. હાલમાં તેની મનમર્જિયા ફિલ્મ આવી હતી. જેમાં ત્રિકોણય પ્રેમની પટકથા હતી. ફિલ્મમાં તેની સાથે તાપ્સી નજરે પડી હતી. તાપ્સી હાલમાં એક કુશળ અભિનેત્રી હોવાની સાબિતી આપી ચુકી છે.