નવી દિલ્હી : વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનના સાહસની ચર્ચા આજે લોકસભામાં પણ જાવા મળી હતી. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ વિંગ કમાન્ડરની પ્રશસા કરતા કહ્યું હતું કે, તેમના સાહસ અને શૌયને જાતે તેમને વીરતા પૂરસ્કાર મળે તે જરૂરી છે. ચૌધરીએ આની સાથે સાથે એમ પણ કહ્યું હતું કે, અભિનંદન મુછને રાષ્ટ્રીય મુછ જાહેર કરવામાં આવે તે જરૂરી છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, અભિનંદન વર્તમાનના શૌય અને સાહસને લઈને સમગ્ર દેશ ગર્વ અનુભવ કરે છે. તેમણે કહ્યું હતું કે, અભિનંદન વર્તમાનને તેમની વીરતા માટે પુરસ્કાર મળવા જોઈએ. તેમની મુછને રાષ્ટ્રીય મુછ જાહેર કરવી જાઈએ. અભિનંદનની મુછોની પ્રશંસા પહેલા પણ સોશિયલ મીડિયા ઉપર થઈ ચુકી છે.
પાકિસ્તાનની કેદમાં ત્રણ દિવસ રહ્યા બાદ જ્યારે વિંગ કમાન્ડ ભારતમાં પરત ફર્યા ત્યારે વાઘા સરહદ પર સ્વાગત કરવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. થોડાક દિવસ પહેલા એરબેઝ પર તેમના સાથીઓની સાથે સેલ્ફીનો વિડિયો પર વાયરલ થયો હતો. પાકિસ્તાનની સરહદમાં ઘુસીને યુદ્ધ વિમાન એફ-૧૬ને તોટી પાડનાર અભિનંદનની કુશળતાની પ્રશંસા દેશના તમામ લોકો કરી રહ્યા છે. અધીર રંજન ચૌધરી આજે એકબાજુ અભિનંદનની પ્રશંસા કરી રહ્યા હતા ત્યારે બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી દીધી હતી. જેના કારણે ભારે હોબાળો મચી ગયો હતો. ભાજપના સાંસદ મંત્રી પ્રતાપચંદ સારગીએ કહ્યું હતું કે, અટલ બિહારી વાજપેયી દ્વારા એક વખતે ઈÂન્દરા ગાંધીની પ્રશંસા કરવામાં આવી હતી. કોંગ્રેસને મોદીની પ્રશંસા કરવામાં આવે તો વાંધો પડે છે. ત્યારબાદ સંસદમાં કોંગ્રેસના નેતા ચૌધરીએ વિવાદસ્પદ ટિપ્પણી કરી હતી.
તેમણે કહ્યું હતું કે, અમે વડાપ્રધાનનુ સમ્માન કરીએ છીએ પરંતુ કોઈની સાથે સરખામણી કરવા અને બોલવા માટે મજબુર કરવા જોઈએ નહીં. આ ગાળા દરમિયાન લોક સભામાં રાજેન્દ્ર અગ્રવાલે કહ્યું હતું કે, જો કોઈ વાંધા જનક ટિપ્પણી થશે તો તેને દુર કરી દેવામાં આવશે. બાલાકોટ હવાઈ હુમલાને લઈને કોંગ્રેસના નેતાઓએ પ્રશંસા કરી હતી. લોકસભામાં રાષ્ટ્રપતિના ભાષણ ઉપર આભાર પસ્તાવ ઉપર ચર્ચા ચાલી રહી હતી. બીજી બાજુ કેન્દ્રિય મંત્રી સારંગીએ કહ્યું હતું કે, લોકો ભારતના ટુકડે ટુકડા કરવાની વાત પણ કરે છે. પાકિસ્તાન જીન્દા બાદના નારા પર લગાવે છે. અફઝલ ગુરુ જિન્દાબાદના નારા પણ લગાવે છે. આ પોતાના લોકોને લઈને દેશના લોકો હમેશા નારાજગી વ્યક્ત કરે છે.